Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી વલસાડના અટકેલા કામો અંગે‎સાંસદે અધિકારીઓનો ઉધડો લીધો‎:સાંસદના અધ્યક્ષસ્થાને દિશાની બેઠકમાં આયોજનના પ્લાન સાથે આવવા જણાવ્યું

    6 days ago

    લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી. જેમાં વાપી અને વલસાડમાં અટકેલા વિકાસના કામો અંગે અધિકારીઓનો સાંસદે ઉધડો લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ ખાતે સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી દિશા બેઠક સાડા ત્રણ કલાક ચાલી હતી. જેમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અટકેલા કામો અંગે કમિશનરને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સાંસદે પ્રશ્નોત્તરી કરી હતી. વર્ષોથી અટકેલા પ્રોજેક્ટને વેગ કેમ નથી મળતો તેવો વેધક સવાલ પણ સાંસદ અધિકારીને પૂછ્યો હતો. વલસાડ પાલિકામાં કેટલાક કર્મચારીઓ એકની એક જગ્યા પર વર્ષોથી ચીટકી રહ્યા હોવા અંગે પણ ટકોર કરી હતી. વલસાડ સહિતની પાલિકાના સીઓ અને પ્રમુખોને વિકાસ માટેના પ્લાન તૈયાર કરીને આવવા જણાવ્યું હતું. સાંસદે નળ સે જળ અને વાસામોની કામગીરી બાબતે પણ અધિકારીને ખખડાવ્યા હતા. ખાસ કરીને કાંઠા વિસ્તારની પાણી સમસ્યા અંગે સાંસદે અધિકારીઓને કેટલાક સૂચનો કર્યા હતા. બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદે તમામ વિભાગોના જિલ્લાના વિકાસલક્ષી યોજનાના કાર્યોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. વરસાદી પાણી ન ભરાય તેની ટકોર જિલ્લાની તમામ નગરપાલિકાઓને ચોમાસા દરમિયાન પાણી ભરાવ, ગટર અને સ્વચ્છતાને લગતી કોઈ પણ સમસ્યાઓ ઊભી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. શહેરના બ્યુટિફિકેશન માટે આયોજન કરવા તેમજ જાહેર જગ્યાઓને ઈમ્પ્રુવ કરવાના કાર્યો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. જિલ્લામાં ટુરિઝમ ઓપોર્ચ્યુનિટી વધારવા સુવ્યવસ્થિત આયોજન કરવા પણ સૂચન કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ હેતલબેન પટેલ, વાપી મહાનગર પાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ધારાસભ્ય રમણલાલ પાટકર, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર નિતીન સાંગવાન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ક્રિષ્ના પાર્ક સોસા.માં શેડ, ગ્રીલ સહિત દૂર કરાયા‎:હિંમતનગરમાં બેરણા રોડ પર રહીશોએ જાતે દબાણ હટાવ્યા
    Next Article
    મુલ્યાંકન યુનિવર્સિટીના એક્સ્ટર્નલ એક્ઝામીનર પ્રેક્ટીશનર એડવોકેટ દ્વારા થયું હતું‎:વલસાડની લો કોલેજના આચાર્યા સામે 25 વિદ્યાર્થીને પાસ કરવાના આક્ષેપો રદ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment