Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યંગ જાયન્ટસ ઓફ ભુજ સાહેલી મલયસ્મૃતિનો શપથવિધિ સમારોહ:તમામ સભ્યોને મોમેન્ટો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા

    4 days ago

    બાળપણથી પરોપકાર, સેવા, જીવદયા જેવા ગુણો વિકસે એ હેતુથી ભુજના બાળ કલાકાર જીયા ત્રિપાઠી દ્વારા ભુજ સાહેલી મલય સ્મૃતિ પ્રેરિત યંગ જાયન્ટસ ગ્રુપની સ્થાપના કરાઈ છે. જેનો શપથવિધિ સમારોહ ભુજમાં યોજાયો હતો. ફેડ.ઓફિસર ભાવિનીબેન ત્રિપાઠી, મલય સ્મૃતિ પ્રમુખ રક્ષાબેન ત્રિપાઠી અને ઇન્સ્ટોલેશન ઓફિસર જયસિંહ પરમારે તમામ મેમ્બર, હોદેદારો અને પ્રમુખને શપથ લેવડાવ્યા હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારંભમાં જાયન્ટસ ફેડ.3 Bના પ્રમુખ ડૉ.મધુકાંત આચાર્ય, સ્પેશિયલ કમિટી મેમ્બર શાંતિલાલ પટેલ, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ આશિષ ત્રવાડી, મંત્રી હરેશ ઉપાધ્યાય સહિત કારોબારી, સમગ્ર ટ્રસ્ટી મંડળ, રાવલવાળી સ્કૂલ સ્ટાફ, કચ્છ યુનિ. અંગ્રેજી વિભાગના હેડ ડૉ. કાશ્મીરાબેન મહેતા, કચ્છ રાજપૂત મહિલા સભા પ્રમુખ ચેતનાબા જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ભુજ જાયન્ટસ અને મલયસ્મૃતિ ગ્રુપ દ્વારા જીયાને મોમેન્ટો અને ગિફ્ટ દ્વારા સન્માનિત કરાયા અને 21 મેમ્બરને ગિફ્ટ અપાઈ હતી. પૂર્વ પ્રમુખ રાજગોર મહાસભા જયપ્રકાશ ગોરનું સન્માન કરાયું હતું. સંચાલન રશ્મિકાંત ઠક્કર અને વ્યવસ્થા સાવન ત્રિપાઠીએ સાંભળી હતી.
    Click here to Read More
    Previous Article
    અંજારના વરસામેડીની પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો:મરવા મજબુર કરનાર સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ ગુનો દાખલ
    Next Article
    15 જુલાઈથી અષાઢી ગુપ્ત નવરાત્રિનો પાવન પ્રારંભ:કચ્છમાં માતાજીના મંદિરોમાં ગુંજશે જયઘોષ, પૂજા-અર્ચના, આરતી, શક્તિ ઉપાસના સહિતના ધાર્મિક આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment