Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજારના વરસામેડીની પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો:મરવા મજબુર કરનાર સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ ગુનો દાખલ

    4 days ago

    અંજારના વરસામેડીના હરસિધ્ધી પાર્કમાં રહેતા 25 વર્ષીય પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે અંજાર પોલીસે પરિણીતાના સાસુ, સસરા અને બે નણંદ સહિત કુલ ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. મૃતકના કાકા ફરિયાદી વિજયસિંહ બાબુભા વાઘેલાએ અંજાર પોલીસ મથકે આરોપી ભરતસિંહ સોઢા (સસરા), રેખાબા સોઢા (સાસુ), નિશાબા અને પુજાબા (બંને નણંદ) વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. મૃતક રાજલબાના લગ્ન વર્ષ 2024 માં શિવરાજસિંહ સોઢા સાથે થયા હતા. રાજલબાના પિતાનું અગાઉ અવસાન થયું હોવાથી તેમની માતા આંગણવાડીમાં નોકરી કરીને એકલા રહે છે. લગ્ન બાદ સાસુ રેખાબા અને સસરા ભરતસિંહ સોઢા અવારનવાર ‘તારી મા એકલી રહે છે અને તને કોઈ સંસ્કાર આપ્યા નથી’ તેવા મેણાં મારતા હતા. આ સાથે જ પિતા અને ભાઈ ન હોવા બાબતે સતત ટોણા મારી, છોકરો પેદા કરવા સતત માનસિક દબાણ લાવતા હતા.ગત 27 જૂનના રાત્રે રાજલબાએ માતાના વોટ્સએપ પર સુસાઈડ નોટ મોકલી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આવા સાસુ-સસરા ભગવાન કોઈને ન આપે- સુસાઈડ નોટ હતભાગી પરિણીતાએ મરતાં પહેલા સુસાઈડ નોટ લખેલી હતી કે, જય માતાજી..હું મારા સાસુ રેખાબા અને સસરા ભરતસિંહના લીધે આત્મહત્યા કરું છું. મને માનસિક રીતે ટોર્ચર કરે છે છોકરા કરવા માટે મને દબાણ કરે છે. ‘સોરી મમ્મી, હું તારા જેવી હિંમતવાળી ન નીકળી. મેં માંડ બે વર્ષ અહિયાં કાઢ્યા, મારા કરિયાવરની બધી વસ્તુ લઇ જાજો. મારા મમ્મીએ મને સારા સંસ્કાર દીધા છે. મારા મમ્મીની મજબૂરી છે મારા પપ્પા નથી એટલે એકલા રહે છે. અને આંગણવાડીમાં નોકરી કરે છે. મારા સસરા મને એવા મેણા મારે છે કે એની મા એકલી રહે છે એટલે સંસ્કાર નથી દીધા.આવા સાસુ અને સસરા ભગવાન કોઈને પણ ન આપે. લિ .અવનીબા(રાજલબા)
    Click here to Read More
    Previous Article
    દાદાભાઈ નવરોજીએ કચ્છને ‘દેવામુક્ત’ આદર્શ રાજ્ય ગણાવ્યું હતું:દાદાભાઈ નવરોજીની આજે પુણ્યતિથિ નિમિત્તે ઇતિહાસના પાનેથી કચ્છીઓ માટે ગૌરવવંતી ગાથા
    Next Article
    યંગ જાયન્ટસ ઓફ ભુજ સાહેલી મલયસ્મૃતિનો શપથવિધિ સમારોહ:તમામ સભ્યોને મોમેન્ટો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment