Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદાભાઈ નવરોજીએ કચ્છને ‘દેવામુક્ત’ આદર્શ રાજ્ય ગણાવ્યું હતું:દાદાભાઈ નવરોજીની આજે પુણ્યતિથિ નિમિત્તે ઇતિહાસના પાનેથી કચ્છીઓ માટે ગૌરવવંતી ગાથા

    4 days ago

    30 જૂનના રોજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નેતા અને ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિ છે. દેશભરમાં જ્યારે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છના ઐતિહાસિક સંદર્ભમાં દાદાભાઈ નવરોજીનો એક મોટો અને ગૌરવપ્રદ ઇતિહાસ છે. બ્રિટિશ શાસન સામે આંખમાં આંખ નાખીને લડનારા નવરોજીને કચ્છના મહારાવ પ્રાગમલજીનો મજબૂત સાથ મળ્યો હતો, જેણે લંડનમાં બેસીને બ્રિટિશરોને પરસેવો લાવી દીધો હતો. ઇતિહાસના દસ્તાવેજો મુજબ, 1860ના દાયકામાં જ્યારે કચ્છના રાવ પ્રાગમલજી રાજ્યમાં પ્રગતિશીલ સુધારાઓ કરી રહ્યા હતા. આ સમયે બ્રિટિશ વાઇસરોયે મહારાવને સત્તા પરથી હટાવવાની કે કાબૂમાં રાખવાની ધમકી આપી હતી. આ કટોકટીના સમયે પ્રાગમલજીએ વાઇસરોયને સીધા જ નજરઅંદાજ કરીને પોતાના દીવાનને લંડન મોકલ્યા હતા. લંડનમાં દાદાભાઈ નવરોજીની મદદથી કચ્છી દીવાને 1869માં સીધા જ બ્રિટનના ‘સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા’ સાથે ઐતિહાસિક સોદો પાર પાડ્યો હતો અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. દાદાભાઈ નવરોજીએ લંડનમાં ભારતીયોના હકો માટે ‘ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન’ની સ્થાપના કરી હતી. આ સંસ્થાને ચલાવવા અને બ્રિટિશરો સામે વૈચારિક લડત આપવા માટે કચ્છના મહારાવ પ્રાગમલજીએ મોટું ભંડોળ લંડન મોકલ્યું હતું. કચ્છ તરફથી મળેલા આ ફંડના કારણે નવરોજીની ચળવળને આર્થિક પીઠબળ મળ્યું અને ભારતીયોને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત અવાજ મળ્યો હતો. ‘પુસ્તક’ માં રજૂ થયું કચ્છનું ઉત્તમ આર્થિક મોડલ જ્યારે અંગ્રેજો કહેતા કે ભારતીયોને વહીવટ કરતા નથી આવડતો, ત્યારે નવરોજીએ તેમના પ્રખ્યાત પુસ્તક ‘Poverty and Un-British Rule in India’ માં કચ્છના શાસનનું ઉદાહરણ આપીને બ્રિટિશ દાવાઓનું સચોટ આંકડાકીય ખંડન કર્યું હતું:
    Click here to Read More
    Previous Article
    મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસવેનો મહારાષ્ટ્ર-ગુજરાત સેકશન હજુ પણ અધૂરોz:જવાહરલાલ નેહરૂ પોર્ટ-વિરાર-તલાસરી 140 કિમી તૈયાર રોડ પણ જનતા માટે કયારે ખૂલશે ? તે અનિશ્ચિત
    Next Article
    અંજારના વરસામેડીની પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો:મરવા મજબુર કરનાર સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment