Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસવેનો મહારાષ્ટ્ર-ગુજરાત સેકશન હજુ પણ અધૂરોz:જવાહરલાલ નેહરૂ પોર્ટ-વિરાર-તલાસરી 140 કિમી તૈયાર રોડ પણ જનતા માટે કયારે ખૂલશે ? તે અનિશ્ચિત

    4 days ago

    મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઈવે અંતર્ગત 354 કિલોમીટરના વિરારથી વડોદરા સુધીના હાઈવે પર ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાથી આ સમગ્ર 8 લેનનો એક્સપ્રેસવે-4 ક્યારે પૂર્ણ થશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક સેક્શનમાં કામની ગતિ જોતા માર્ચ 2028 સુધીમાં આ સમગ્ર રોડ વાહનચાલકો માટે ખુલ્લો થઈ જશે તેવી ધારણા છે. દરમિયાન મહારાષ્ટ્રની ડબલ એન્જિન સરકારના બે વિભાગો વચ્ચેના તાલમેલના અભાવે જવાહરલાલ નેહરૂ પોર્ટ (જેએનપીટી)થી વિરાર ઇન્ટરચેન્જ અને વિરારથી તલાસરી સુધીનો લગભગ 140 કિલોમીટરનો રોડ તૈયાર હોવા છતાં ખુલ્લો મુકી શકાયો નથી. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સાંજે આ વિસ્તારના વિધાનસભ્યો સાથે એક્સપ્રેસવેની મુલાકાત લીધી હતી. પરંતુ આ રોડ ક્યારે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. જો કે, ફડણવીસે દાવો કર્યો હતો કે બાકીના સેક્શનમાં વૈતરણા નદી પરના પુલ સહિતના બાકી રસ્તાનું કામ આગામી 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેનાથી રાજ્યનો આ મહત્વાકાંક્ષી હાઈવે શરૂ થઈ જતાં કલ્યાણ, થાણે અને ઘોડબંદર પરના ટ્રાફિકનું ભારણ ઘટશે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) અને મહાટ્રાન્સકોના અધિકારીઓ વચ્ચે અહીંથી પસાર થતી વીજ ટ્રાન્સમિશન લાઈનોના મામલે તાલમેલના અભાવે મહારાષ્ટ્રમાં આ એક્સપ્રેસ હાઈવેના 171 કિલોમીટરમાંથી આશરે 140 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં તે શરૂ કરી શકાયો નથી. એનએચએઆઈના એક અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, તૈયાર થઈ ગયેલા સેક્શનને જલદીથી શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ એકસપ્રેસ હાઈવે પર નવસારી નજીકના ખારેલ ઇન્ટરચેન્જથી મુંબઈથી વડોદરા આવવા-જવા બંને તરફ વાહનોની અવરજવર શરૂ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખેરગામથી વાપી સુધીનું કામ પૂર્ણ થવામાં હજુ એકથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરી માટે લોકોને વધુ સમય રાહ જોવી પડશે. ઝડપને કારણે સમયની બચત થશે: વિરારથી હાલમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-48 પરથી વડોદરા જવા માટે આશરે 370 કિલોમીટરનું અંતર છે, જ્યારે નવા બની રહેલા નેશનલ એક્સપ્રેસ હાઈવે-4નું અંતર 354 કિલોમીટર છે. પરંતુ એક્સપ્રેસ હાઈવે પર કોઈ અવરોધ વગર વાહનો ઓછામાં ઓછા 80થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેના કારણે વડોદરા પહોંચવામાં માત્ર ચાર કલાકનો સમય લાગશે, જ્યારે હાઈવે-48 પર અનેક નાના શહેરો અવરોધરૂપ બનતાં 7થી 8 કલાકનો સમય લાગે છે. આમ, બંને શહેરો વચ્ચે અંતરનો બહુ ફરક ન હોવા છતાં ઝડપના કારણે વહેલું પહોંચવું શક્ય બનશે. મહારાષ્ટ્રથી નવસારી સરહદ સુધી મહારાષ્ટ્રની સરહદથી સુરત જિલ્લાના નવસારી (ખારેલ) સુધીના 85 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ હજુ અધૂરું છે. વર્ષ 2021માં ટેન્ડર ફાળવાયા બાદ પ્રોજેક્ટની કામગીરી ધીમી ગતિએ આગળ વધી રહી છે અને અત્યાર સુધીમાં માત્ર 44.72 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 40.28 કિલોમીટરનું કામ હજુ બાકી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વોલેટિલિટી અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ....!!!
    Next Article
    દાદાભાઈ નવરોજીએ કચ્છને ‘દેવામુક્ત’ આદર્શ રાજ્ય ગણાવ્યું હતું:દાદાભાઈ નવરોજીની આજે પુણ્યતિથિ નિમિત્તે ઇતિહાસના પાનેથી કચ્છીઓ માટે ગૌરવવંતી ગાથા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment