Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 'નો ડ્રગ્સ' બાઈક રેલી યોજાઈ:યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા વિશેષ અભિયાન

    9 hours ago

    અમદાવાદથી શરૂ થયેલી 'નો ડ્રગ્સ' બાઈક રેલીનું મોરબીમાં આગમન થયું હતું. મોરબી પોલીસ અને સ્થાનિક રાઈડર્સ દ્વારા બાઈકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ફરીને યુવાનોને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરી રહી છે. આ પ્રસંગે મોરબી પોલીસ અધિકારી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવા રાઈડર્સની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ ન થાય તે માટે આ એક પ્રેરણાદાયી પ્રયાસ છે. પટેલે મોરબી સહિત સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે જો કોઈ જગ્યાએ ડ્રગ્સના દૂષણ, વેચાણ કે ઉપયોગ અંગેની માહિતી મળે તો પોલીસને ગુપ્ત રાહે જાણ કરવી. જેથી માહિતી આપનારની ઓળખ છૂપી રાખી કડક કાર્યવાહી કરી શકાય. મોરબી પોલીસ અને એસઓજીની ટીમ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા સતત કાર્યરત છે. બાઈક રેલીના સભ્ય જયપાલસિંહ ભાટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પેઈનમાં 10 રાઈડર્સ સહિત કુલ 35 લોકોની ટીમ કાર્યરત છે. અમદાવાદથી શરૂ થયેલી આ બાઈક રાઈડ અંતર્ગત સૌરાષ્ટ્રના 11 શહેરોના 300 થી 350 જેટલા કેમ્પસ કવર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ અભિયાન છેલ્લા 4 વર્ષથી સક્રિય રીતે ચલાવવામાં આવી રહ્યું છે. રેલી દરમિયાન સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી શાળાઓ અને કોલેજોમાં સેમિનાર યોજીને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે. સાંજે જે-તે શહેરમાં સિટી રાઈડ યોજી લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવે છે. આ ટીમ સુરેન્દ્રનગરની મુલાકાત પૂર્ણ કરી મોરબી આવી પહોંચી છે અને અહીંથી રાજકોટ તરફ પ્રયાણ કરશે. અભિયાનના અન્ય સભ્ય સુરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં પણ 1100 કિલોમીટરની રાઈડ કરવામાં આવી હતી. આ વર્ષે પણ અંદાજે 1100 કિલોમીટરનો પ્રવાસ ખેડીને સૌરાષ્ટ્રના 11 શહેરો કવર કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, બોટાદ અને ભાવનગર જેવા મુખ્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોરબીમાં ટીમ દ્વારા 8 જેટલી શાળાઓની મુલાકાત લઈને 1500 થી વધુ બાળકોને ડ્રગ્સ અવેરનેસ અંગે સંવેદનશીલ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નાણા વિભાગમાં 45 કર્મચારીઓને પ્રમોશન:ક્લાસ-3 કર્મચારીની ક્લાસ-2ના હિસાબી અધિકારી તરીકે હંગામી નિમણૂક, જાણો કોને ક્યાં મુકાયા
    Next Article
    લસકાણામાં 'પિતૃદોષ' મટાડવાના બહાને ઠગાઈ:કેન્સર પીડિતના ઘરે તાંત્રિક વિધિના નામે બે ગઠિયાઓએ 1.55 લાખના દાગીના-રોકડા પોટલામાં લઈ રફુચક્કર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment