Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાણા વિભાગમાં 45 કર્મચારીઓને પ્રમોશન:ક્લાસ-3 કર્મચારીની ક્લાસ-2ના હિસાબી અધિકારી તરીકે હંગામી નિમણૂક, જાણો કોને ક્યાં મુકાયા

    7 hours ago

    રાજ્ય સરકારના નાણા વિભાગે હિસાબનીશ સંવર્ગમાં મોટા પાયે બઢતી જાહેર કરી છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ વર્ગ-3ના કુલ 45 કર્મચારીઓને હંગામી ધોરણે વર્ગ-2ના હિસાબી અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનારા અધિકારીઓને રાજ્યના વિવિધ વિભાગો, જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત અને અન્ય સરકારી કચેરીઓમાં ખાલી પડેલી તેમજ નવી મંજૂર થયેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. બઢતી પામેલા તમામ અધિકારીઓએ તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવાનું રહેશે નાણા વિભાગના આદેશ મુજબ બઢતી પામેલા તમામ અધિકારીઓએ તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. નિયત સમયમર્યાદામાં હાલની કચેરીનો ચાર્જ સોંપી નવી જગ્યાએ ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે. બઢતી હંગામી ધોરણે આપવામાં આવી હોવાથી સરકારના લાગુ નિયમો અને શરતોને આધીન રહેશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના નાણાકીય અને હિસાબી વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા સાથે લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ ભરાશે અને વિવિધ વિભાગોમાં વહીવટી કામગીરીને વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    Sagar child blindness case: Doctor की दवा से खराब हुईं बच्चे की आंखें? | Viral News | MP News
    Next Article
    મોરબીમાં 'નો ડ્રગ્સ' બાઈક રેલી યોજાઈ:યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા વિશેષ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment