Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં અપરાજિતા સંસ્થા દ્વારા ચોપડા વિતરણ:તુરી બારોટ સમાજના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય

    10 hours ago

    પાટણના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અપરાજિતા સંસ્થા દ્વારા તુરી બારોટ સમાજના જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક વિકાસ અર્થે ફુલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પાટણ નગરપાલિકાના અધ્યક્ષ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ સહિતના મંચસ્થ મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ યોગીનીબેન વ્યાસ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સમારંભના અધ્યક્ષ પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળે જણાવ્યું હતું કે, ગુજરાતના તુરી બારોટ સમાજની મહિલાઓ પરિવાર અને નોકરી-વ્યવસાયની સાથે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સમાજના વિકાસને સાચા અર્થમાં આગળ વધારવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે. તેમણે 'અપરાજિતા' સંસ્થાના કાર્યને બિરદાવતા જણાવ્યું કે, સમાજની વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બાળકો માટે ડો. બાબાસાહેબ આંબેડકરના 'શિક્ષિત બનો'ના મહામંત્રને ચરિતાર્થ કરવા સંસ્થાએ જે ચોપડા વિતરણનું ભગીરથ કાર્ય કર્યું છે તે બદલ હું તમામ બહેનોને અભિનંદન આપું છું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી દેશનું નામ રોશન કરવા આહવાન કર્યું હતું. અપરાજિતા સંસ્થાના અધ્યક્ષ અંજનાબેન પરમારે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરતા મંચસ્થ મહાનુભાવો સહિત તમામ સામાજિક આગેવાનો અને લાભાર્થીઓને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અપરાજિતા સંસ્થા એ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે શરૂ કરાયેલા કાર્યોને આગળ ધપાવવા માટેનું એક સબળ માધ્યમ છે. ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો આપણા સર્વેનું પ્રેરક બળ છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ મહિલા નેતા અને ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ યોગીનીબેન વ્યાસ, મહિલા અને બાળ આયોગના પૂર્વ સદસ્ય મધુબેન સેનમા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અપેક્ષાબેન પટેલ, પાટણ જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર વગેરેએ પ્રેરણાદાયી પ્રવચનો આપી આયોજક બહેનોને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તમામ દાતાઓનું પણ સન્માન કરાયું હતું. આ સાથે જ નવનિર્વાચિત કોર્પોરેટરો, જિલ્લા પંચાયત સદસ્ય અને પાટણ નગરપાલિકાના અધ્યક્ષનું ડો. બાબાસાહેબ આંબેડકર લિખિત 'હિન્દુ કોડ બિલ' પુસ્તક અને શાલ ઓઢાડીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નયનાબેન તુરી (નિશા) દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરના જમીયતપુરા પાસે હાઇવે પર ડિવાઇડર મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ:કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી, રસ્તો બંધ થતાં મોટો ચકરાવો કાપવો પડશે
    Next Article
    વડોદરામાં 10 હજારની લાંચ કેસમાં ASI અને મહિલા PSI સસ્પેન્ડ:ધરપકડના ડરે મલ્લિકા પરમાર અંડરગ્રાઉન્ડ, ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માગણી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment