Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 10 હજારની લાંચ કેસમાં ASI અને મહિલા PSI સસ્પેન્ડ:ધરપકડના ડરે મલ્લિકા પરમાર અંડરગ્રાઉન્ડ, ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માગણી કરી હતી

    11 hours ago

    વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન હેઠળની વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ (PSI) વતી ₹10,000ની લાંચ સ્વીકારતા એએસઆઈ (ASI)ને વડોદરા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ભ્રષ્ટાચારના કેસને ગંભીરતાથી લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી મહિલા PSI મલ્લિકાબેન પરમાર અને ASI જયકિશન ગામેતીને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ફરિયાદીને હેરાન ન કરવા 25 હજારની લાંચ માગી એક જાગૃત નાગરિક વિરુદ્ધ ગત 1 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા PSI મલ્લિકા પરમાર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાન ન કરવા અને કોર્ટમાંથી જામીનની પ્રક્રિયા ઝડપથી પૂરી કરી આપવાના બદલામાં PSI મલ્લિકા પરમારે શરૂઆતમાં ₹25,000ની માગણી કરી હતી. જોકે, રકઝકના અંતે ₹10,000 આપવાનું નક્કી થયું હતું. મહિલા PSIએ આ લાંચની રકમ માંજલપુર પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ જયકિશન ગામેતીને સોંપી દેવા જણાવ્યું હતું. ACBએ ગોઠવ્યું સફળ છટકું ફરિયાદી નાગરિક લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે એસીબીની ટીમે ગત શનિવારે માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ભાવના ઝેરોક્સ સામેના રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ, એએસઆઈ જયકિશને ફરિયાદીને લાંચના નાણાં પોતાની મારુતિ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર મૂકી દેવા ઈશારો કર્યો હતો. ફરિયાદીએ જેવી રકમ ત્યાં મૂકી, કે તરત જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને લાંચિયા ASIને દબોચી લીધો હતો અને લાંચની રકમ રિકવર કરી લીધી હતી. આરોપી ASIના 1 દિવસના રિમાન્ડ મંજૂર પકડાયેલા આરોપી ASI જયકિશન ગામેતીને કોર્ટમાં રજૂ કરીને ACBએ તેના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, પૂછપરછ દરમિયાન આરોપી પોલીસકર્મી ACBને સહકાર આપી રહ્યો નથી. લાંચની રકમમાંથી તેનો પોતાનો કેટલો હિસ્સો હતો અને ફરાર મહિલા પીએસઆઈ હાલ ક્યાં છુપાયા છે, તે અંગે તે કોઈ સાચી હકીકત જણાવી રહ્યો નથી. અંગઝડતીમાંથી મળ્યા વધારાના ₹48,000 આરોપી ASI જયકિશનની ધરપકડ બાદ જ્યારે તેની અંગઝડતી કરવામાં આવી, ત્યારે તેની પાસેથી વધારાના ₹48,000 રોકડા મળી આવ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા તે અંગે પણ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નથી. એસીબી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નાણાં અન્ય કોઈ નાગરિક પાસેથી લાંચ પેટે મેળવ્યા છે કે કેમ, તેમજ આ આખા ભ્રષ્ટાચારના કૌભાંડમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી સામેલ છે કે નહીં. ભ્રષ્ટ મહિલા PSI ફરાર બીજી તરફ, પોતાની વિરુદ્ધ ACBમાં ગુનો નોંધાયો હોવાની ખબર પડતાં જ ભ્રષ્ટ મહિલા PSI મલ્લીકા પરમાર પોતાની ધરપકડથી બચવા માટે ઘરેથી ક્યાંક નાસી ગયા છે. ACBની ટીમ જ્યારે તેમના નિવાસસ્થાન કેવલ કૃપા સોસાયટી, અંબે વિદ્યાલય પાછળ, માંજલપુર ખાતે તપાસ કરવા પહોંચી, ત્યારે તેમના ઘરના દરવાજે તાળું લટકતું જોવા મળ્યું હતું. હાલ એસીબીની ટીમ ફરાર મહિલા અધિકારીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં અપરાજિતા સંસ્થા દ્વારા ચોપડા વિતરણ:તુરી બારોટ સમાજના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય
    Next Article
    New Zealand Thrash England In 3rd Test To Deny Ben Stokes A Fairytale Finish

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment