Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના જમીયતપુરા પાસે હાઇવે પર ડિવાઇડર મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ:કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી, રસ્તો બંધ થતાં મોટો ચકરાવો કાપવો પડશે

    9 hours ago

    ગાંધીનગર નજીક આવેલા જમીયતપુરા અને તેની આસપાસના ગામના રહીશો આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ રેલ્વે બ્રિજથી અડાલજ તરફ જતાં હાઇવે રોડ પર તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલા ડિવાઇડરની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને સંબોધીને આવેદન પત્ર આપ્યું હતું. ડિવાઇડરની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ગાંધીનગરના જમીયતપુરા રેલ્વે બ્રિજથી અડાલજ તરફ જતાં હાઇવે રોડ પર તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલા ડિવાઇડરની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. આજે કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોંચેલા ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગત તારીખ 25 મે, 2026ના રોજ રાત્રિના સમયે રેલ્વે બ્રિજથી અડાલજ તરફ જમીયતપુરા ગામથી પ્રભા હનુમાનજી મંદિર વચ્ચે રોડ ક્રોસિંગ પર ડિવાઇડર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય તેમ આ ડિવાઇડર બનવાને કારણે જમીયતપુરા, દંતાલી, શાંતિગ્રામ, પ્રમુખ સ્વામી નગર, નવનીત પ્રેસ અને રેલ્વે કન્ટેનર ડેપો તરફથી અમદાવાદ અને ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય તેમ છે. આ રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક લોકોને અમદાવાદ, ગાંધીનગર કે અડાલજ જવા માટે મોટો ચકરાવો કાપવો પડશે. ખાસ કરીને વડીલો, દર્દીઓ અને શાળા-કોલેજે જતાં નિર્દોષ બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમજ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. ગ્રામજનોએ આવેદન પત્ર આપીને કલેક્ટરને અપીલ કરી આ પૂર્વે પણ તારીખ 20 જાન્યુઆરીના રોજ સ્થાનિક તંત્રના જવાબદાર કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે તે સમયે કામગીરી અટકાવી દેવાઈ હતી. પરંતુ ફરી એકવાર કોઈ પણ પૂર્વ સૂચના વિના આ કામગીરી શરૂ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવેદન પત્ર દ્વારા કલેક્ટરને અપીલ કરી છે કે જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઇવે પર ક્રોસિંગ ખુલ્લું રાખવામાં આવે અને ડિવાઇડર ન બનાવવામાં આવે. જો તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને કામગીરી ચાલુ રખાશે તો આગામી દિવસોમાં સમગ્ર ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ધીમીધારે વરસાદ:2 જુલાઈ બાદ ધોધમાર વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર
    Next Article
    પાટણમાં અપરાજિતા સંસ્થા દ્વારા ચોપડા વિતરણ:તુરી બારોટ સમાજના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment