Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારથી ભારે વરસાદની આગાહી:અમદાવાદમાં શિક્ષકે લાફો મારતાં વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટી ગયો, જેઠ પૂનમે શક્તિપીઠોમાં આસ્થાનો સાગર ઘૂઘવ્યો

    11 hours ago

    ભગવાન જગન્નાથના ગજવેશના અલૌકિક દર્શન રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવી. જે બાદ ભક્તોએ ભગવાનના ગજવેશના દર્શન કર્યા. 15 દિવસ સુધી ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં રોકાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યની શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું આજે જેઠ પૂનમના દિવસે રાજ્યની શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું..અંબાજી-ખેડબ્રહ્મામાં 'જય અંબે'નો નાદ ગૂંજ્યો. તો ચોટીલા-ઊંઝામાં હજારો માઈભક્તો પહોંચ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા વીજ પોલના વળતર મુદ્દે ચાલતા આમરણાંત ઉપવાસમાં 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા.. રાજ્યમંત્રીના નાના ભાઈ કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ પણ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાણક્ય સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંક્યો અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં ધો-10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંક્યો.. માસૂમનો કાનનો પડદો ફાટી જતાં ઓપરેશનની નોબત આવી..પિતાએ સ્કૂલ પાસેથી દીકરાની સુરક્ષાની લેખિત જવાબદારી માંગી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના કોર્પોરેટરના પતિએ જાહેરમાં મારામારી કરી કલોલમાં ભાજપના કોર્પોરેટર રેખાબેન નાયકના પતિએ મારામારી કરી..જાહેરમાં યુવક સાથે ઝપાઝપી કરી લાફા ઝીંક્યા.કોર્પોરેટરના પતિ તુષાર નાયકે પોતાનો બચાવ કરતા કહ્યું કે'હિસાબ બાબતેની માથાકૂટ હતી અને આ વીડિયો જૂનો છે' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાસીરનગર મુદ્દે હાઈકોર્ટે ફરી સુરત CPની ઝાટકણી કાઢી સુરતના નાસીરનગર ડિમોલીશનમાં હાઈકોર્ટે ફરી સુરત સીપીની ઝાટકણી કાઢતા કહ્યું કે પોલીસની હાજરીમાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ.હાઈકોર્ટે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઓથોરિટીને આદેશ આપ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 વર્ષની નર્સનો ફાંસો ખાઈ આપઘાત સુરતમાં 24 વર્ષની નર્સે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. મોડીરાત્રે પ્રેમી સાથે ઝઘડો થયા બાદ આ પગલું ભર્યાની આશંકા છે..નર્સ પોતે પરિણીત હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રથયાત્રાના રુટ પર બે જૂથ વચ્ચે પથ્થરમારો અમદાવાદના દરિયાપુરમાં રથયાત્રાના રુટ પર બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો.. લોકો પથ્થરમારો કરતા વીડિયોમાં કેદ થયા છે. જો કે તેમ છતાં પોલીસ ફરિયાદમાં ક્યાંય પથ્થરમારાનો ઉલ્લેખ કરવામાં ન આવતા સવાલ ઉભા થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા રાજકોટમાં રાજવી પરિવારના જિતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા..આરોપીઓને MPમાંથી દબોચી લેવામાં આવ્યા.પોલીસની 20 ટીમે ડ્રોનથી બાઈક શોધી 10 દિવસમાં કેસ ઉકેલ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2 જુલાઈ બાદ ધોધમાર વરસાદની આગાહી 2 જુલાઈ બાદ રાજ્યમાં મનમુકીને વરસાદ વરસે તેવી શક્યતા છે..2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સુરતની હોસ્પિટલમાં નર્સનો આપઘાત:લટકતો મૃતદેહ જોઈને સહકર્મીની ચીસ નીકળી ગઈ; પ્રેમી સાથે મોડીરાત્રે ફોન પર ઝઘડો થયો હતો
    Next Article
    માળીયા પોલીસે 10 ખોવાયેલા મોબાઈલ પરત કર્યા:CEIR પોર્ટલની મદદથી રૂ. 2.10 લાખના ફોન મૂળ માલિકોને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment