Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની હોસ્પિટલમાં નર્સનો આપઘાત:લટકતો મૃતદેહ જોઈને સહકર્મીની ચીસ નીકળી ગઈ; પ્રેમી સાથે મોડીરાત્રે ફોન પર ઝઘડો થયો હતો

    15 hours ago

    સુરત શહેરના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલ પરિસરમાં જ આવેલા પોતાના રૂમમાં નર્સે રાત્રિના સમયે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. વહેલી સવારે સહકર્મી નર્સ જાગી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં થયેલા ઝઘડાના કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૂળ છોટાઉદેપુરની યુવતી સુરતમાં ઇન્ટર્નશિપ કરતી હતી મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાની વતની 24 વર્ષીય મંજુલા પારુભાઈ રાઠવા ભરૂચ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી. છેલ્લા બે મહિનાથી તે સુરતના પરવટ પાટીયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને અહીં જ ઇન્ટર્નશિપ કરી રહી હતી. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેને કેમ્પસમાં જ રહેવા માટે રૂમની સુવિધા ફાળવવામાં આવી હતી, જ્યાં તે અન્ય સહકર્મીઓ સાથે રહેતી હતી. વહેલી સવારે સહકર્મી વોશરૂમ જવા ઊઠી ને લટકતી જોઈ ગત રાત્રિ દરમિયાન મંજુલાએ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે મંજુલાની બાજુના રૂમમાં રહેતી અન્ય એક નર્સ જ્યારે વોશરૂમ જવા માટે ઉઠી, ત્યારે તેની નજર મંજુલાના લટકતા મૃતદેહ પર પડી હતી. આ ભયાનક દૃશ્ય જોઈને તે ચોંકી ઉઠી હતી અને રાડારાડ કરી મૂકી હતી. ઘટના પગલે હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો, પરિવારમાં આક્રંદ આપઘાતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પંખા પરથી નીચે ઉતારી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ, પોલીસે છોટાઉદેપુર ખાતે રહેતા મંજુલાના પરિવારજનોને આ દુખદ ઘટનાની જાણ કરતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં ઘેરા શોકની લાગણી સાથે આક્રંદ છવાઈ ગયું હતું. અંકલેશ્વરના પ્રેમીસાથે મોડીરાત્રે ફોન પર ઝઘડો થયો હતો પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે જ્યારે મૃતક મંજુલાના મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મંજુલાએ આપઘાત કરતા પહેલા મોડીરાત્રે તેના પ્રેમી સાથે લાંબી વાતચીત કરી હતી. તેનો પ્રેમી અંકલેશ્વરની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાત્રે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રેમ પ્રકરણમાં થયેલા વિવાદમાં આપઘાતની આશંકા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકના ફોન કોલ ડિટેઇલ્સના આધારે અંકલેશ્વરથી તેના પ્રેમીને બોલાવવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં થયેલા વિવાદ બાદ જ નર્સે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની પ્રબળ આશંકા છે. હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને સત્ય સામે લાવવા પ્રયાસો ચાલુ છે. આ સાથે જ આપઘાતનું શું કારણ હતું તે પણ પ્રેમની પૂછપરછ બાદ સામે આવશે.
    Click here to Read More
    Previous Article
    એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘરોનાં વેચાણમાં મોટો ઘટાડો:ઈરાન યુદ્ધ અને સપ્લાય ચેઈન સંકટથી સેન્ટિમેન્ટ બગડ્યું, ટોપ-7 શહેરોમાં 90,715 ઘર વેચાયા
    Next Article
    ગુરુવારથી ભારે વરસાદની આગાહી:અમદાવાદમાં શિક્ષકે લાફો મારતાં વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટી ગયો, જેઠ પૂનમે શક્તિપીઠોમાં આસ્થાનો સાગર ઘૂઘવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment