Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયા પોલીસે 10 ખોવાયેલા મોબાઈલ પરત કર્યા:CEIR પોર્ટલની મદદથી રૂ. 2.10 લાખના ફોન મૂળ માલિકોને સોંપ્યા

    10 hours ago

    માળીયા મિયાણા પોલીસે 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરી 10 ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા, જેમની અંદાજિત કિંમત રૂ. 2,10,496 છે. પોલીસે CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને ખોવાયેલા મોબાઈલ ફોનની વિગતો નોંધી હતી. ત્યારબાદ સતત ટેકનિકલ મોનિટરિંગ અને સઘન તપાસ દ્વારા આ ફોન શોધી કાઢવામાં આવ્યા. શોધી કાઢવામાં આવેલા તમામ 10 મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને સુપરત કરાયા હતા. પોતાના ખોવાયેલા ફોન પરત મળતા માલિકોએ પોલીસની આ કામગીરીની સરાહના કરી હતી. આ કામગીરી દ્વારા માળીયા મિયાણા પોલીસે ગુજરાત પોલીસના "સેવા, સુરક્ષા અને શાંતિ"ના સૂત્રને સાર્થક કર્યું છે. આ પ્રયાસથી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારથી ભારે વરસાદની આગાહી:અમદાવાદમાં શિક્ષકે લાફો મારતાં વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટી ગયો, જેઠ પૂનમે શક્તિપીઠોમાં આસ્થાનો સાગર ઘૂઘવ્યો
    Next Article
    જુગારીઓ ઝડપાયા:વડનગરના ચાંદપુરા સીમમાંથી જુગાર રમતા 4 શખ્સને પકડી પાડ્યા, રૂ.11000નો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment