Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારીઓ ઝડપાયા:વડનગરના ચાંદપુરા સીમમાંથી જુગાર રમતા 4 શખ્સને પકડી પાડ્યા, રૂ.11000નો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    વડનગર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ખાનગી અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચાંદપુરા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં દરોડો પાડી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 11,200 ની રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડનગર પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન વડબાર પાટીયા નજીક બાતમી મળી હતી કે ચાંદપુરા ગામની સીમમાં કેટલાક ઇસમો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને ઘટનાસ્થળે કોર્ડન કરીને રેઇડ કરી હતી. રેડ દરમિયાન ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ઇસમોની ઓળખ સિપાહી શહીદખાન ઇસ્માઇલખાન ઇમામખાન (ઉં.વ. 39), સિપાહી શમશેરખાન સરવરખાન શમશેરખાન (ઉં.વ. 48), ગોહિલ નિતીનભાઈ ડાહ્યાભાઈ પશાભાઈ (ઉં.વ. 40) અને ભંગી જગદીશભાઈ મંગળદાસ મોહનભાઈ (ઉં.વ. 38, તમામ રહે. અમતોલ દરવાજા, વડનગર) તરીકે થઈ છે. 22,00ની રોકડ મળી કુલ રૂપિયા 11,200નો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે આરોપીઓની અંગ ઝડતી લેતા તેમાંથી રૂપિયા 9000ની રોકડ તથા જુગારના દાવ પરથી વેરવિખેર થયેલી રૂપિયા 22,00ની રોકડ મળી કુલ રૂપિયા 11,200નો મુદ્દામાલ અને ગંજીપાના જપ્ત કર્યા હતા. વડનગર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માળીયા પોલીસે 10 ખોવાયેલા મોબાઈલ પરત કર્યા:CEIR પોર્ટલની મદદથી રૂ. 2.10 લાખના ફોન મૂળ માલિકોને સોંપ્યા
    Next Article
    સંત કબીરની 628મી જન્મજયંતિ ઉજવાઈ:જુના તવરાના મંગલમઠ કબીર આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા, અનુયાયીઓ અને ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment