Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં ભાજપ કોર્પોરેટરના પતિની મારામારી:જાહેરમાં યુવક સાથે ઝપાઝપી કરી લાફા ઝીંક્યા; તુષાર નાયકે કહ્યું- 'હિસાબ બાબતેની માથાકૂટ હતી, વીડિયો જૂનો છે'

    12 hours ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાંથી સત્તાધારી પક્ષના નેતાના પતિ દ્વારા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર રેખાબેન નાયકના પતિદેવ તુષાર નાયકની કથિત દાદાગીરી અને ગુંડાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોર્પોરેટરના પતિ એક વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને માર મારતા દેખાય છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને સામાન્ય જનતામાં શાસક પક્ષના હોદ્દેદારોના પરિચિતોની જોહુકમી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પૈસાની લેતી-દેતીમાં બબાલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ સમગ્ર વિવાદની પાછળ જમીન કે વ્યાજે આપેલા રૂપિયાની લેવડ-દેવડ હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, ભોગ બનનાર વ્યક્તિએ આર્થિક સંકડાશના કારણે અથવા કોઈ વ્યવસાયિક સોદા માટે કોર્પોરેટરના પતિ પાસેથી નાણાં લીધા હતા. આ નાણાંની ઉઘરાણીને લઈ તુષાર નાયકે કાયદો હાથમાં લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સત્તાના નશામાં ચૂર કોર્પોરેટરના પતિ કઈ રીતે સામાન્ય નાગરિક પર પોતાનો રૌફ જમાવી રહ્યા છે અને તેની લાચારીનો ફાયદો ઉઠાવીને જાહેરમાં મારઝૂડ કરી રહ્યા છે. હિસાબ બાબતેની માથાકૂટ હતીઃ તુષાર નાયક હાલમાં આ વીડિયો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર કાયદાના કડક અમલની માગ કરી રહ્યા છે. બીજી તરફ આ વીડિયો અંગે તુષાર નાયકની પ્રતિક્રિયા જાણવા તેમનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે કહ્યું કે, સામે વાળી વ્યક્તિ મારો મિત્ર જ છે. હિસાબ બાબતેની માથાકૂટ હતી. એ બધું પૂરું થઈ ગયું છે. આ વીડિયો વીસેક દિવસ જૂનો છે, જે હવે વાઇરલ થયો છે. તો આ મામલે કલોલ પીઆઇએ કહ્યું કે, હજી અમારી સુધી કોઈ ફરિયાદ આવી નથી. આ અંગે કલોલ શહેર પ્રમુખ જીતુ પટેલે કશુંક જાણતા નહીં હોવાનો દાવો કરી, એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તમામ કોર્ટમાં વકીલોની સજ્જડ હડતાલ:બે જજો સામે ગેરવર્તનના આક્ષેપ સાથે પરિસરમાં ગુંજ્યા સૂત્રોચ્ચાર; કારોબારીનું મોટું એલાન
    Next Article
    મોડાસા-સાકરીયામાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી:મહિલાઓએ વડની પૂજા કરી, પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment