Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ કોર્ટમાં વકીલોની સજ્જડ હડતાલ:બે જજો સામે ગેરવર્તનના આક્ષેપ સાથે પરિસરમાં ગુંજ્યા સૂત્રોચ્ચાર; કારોબારીનું મોટું એલાન

    12 hours ago

    રાજકોટના ન્યાયતંત્રના ઇતિહાસમાં આજે વકીલ આલમ દ્વારા એક મોટો આક્રોશ કાર્યક્રમ જોવા મળ્યો હતો. રાજકોટની તમામ કોર્ટમાં આજે વકીલોએ કામકાજથી સંપૂર્ણ અલિપ્ત રહીને સજ્જડ હડતાલ પાડી હતી અને કોર્ટ પરિસરમાં એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટની બે અલગ-અલગ કોર્ટના જજો દ્વારા વકીલો સાથે કથિત ગેરવર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે બાર એસોસિએશન દ્વારા આ આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. વકીલો સાથે ગેરવર્તન મામલે બંને જજોના બહિષ્કારની માંગ મળતી વિગતો અનુસાર, રાજકોટની બે અદાલતોના જજ ડી.ડી. શાહ અને એચ.એસ. ગુપ્તા દ્વારા સિનિયર તેમજ જુનિયર વકીલો સાથે અવારનવાર ગેરવર્તન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ બાબતે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવીને સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે બંને જજોની કોર્ટનો બહિષ્કાર કરવો અને તેમની પાસેથી પોલીસ મથકોનો ચાર્જ તાત્કાલિક અસરથી પરત લઈ લેવો. જોકે, વકીલોની આ લાંબા સમયની માંગણી અંગે કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે વકીલોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. વિવિધ વકીલ મંડળોનો વ્યાપક ટેકો, આજે યોજાયો વિરોધ કાર્યક્રમ ગત સપ્તાહ દરમિયાન રાજકોટ બાર એસોસિએશનની કારોબારી સમિતિની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આજે ૨૯ જૂન ૨૦૨૬, સોમવારના રોજ તમામ અદાલતોમાં કામકાજ બંધ રાખી હડતાલ અને સૂત્રોચ્ચાર કરવાનો આખરી નિર્ણય લેવાયો હતો. બાર એસોસિએશનના આ એલાનને રાજકોટના અન્ય તમામ અગ્રણી વકીલ મંડળોએ પણ પોતાનો સત્તાવાર ટેકો જાહેર કર્યો હતો, જેમાં ક્લેઈમ બાર એસોસિએશન, મહિલા બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન, કન્ઝ્યુમર બાર એસોસિએશન સહિતના સંગઠનો આ હડતાલમાં જોડાયા હતા. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો મામલો રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ ગંભીર બાબત અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ સંબંધિત યુનિટ જજને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. કારોબારીની બેઠકમાં વકીલોને એક દિવસ માટે કોર્ટની તમામ કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહેવા અનુરોધ કરાયો હતો. આ સાથે જ વકીલોએ પક્ષકારોના હિતને ધ્યાને રાખીને ઠરાવમાં ખાસ વિનંતી કરી છે કે વકીલોની ગેરહાજરીના કારણે કોઈ પણ કેસમાં પક્ષકારોને નુકસાન ન જાય તે માટે તમામ કેસોની સ્થિતિ યથાવત (Status Quo) રાખવામાં આવે અને વકીલોની ગેરહાજરીમાં કોઈ પણ જાતના પ્રતિકૂળ હુકમો ફરમાવવામાં ન આવે. આવતીકાલે ખાસ જનરલ બોર્ડમાં લેવાશે નિર્ણય ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને હાઇકોર્ટના યુનિટ જજ ઈલેશ વોરા વચ્ચે વિડીયો કોન્ફરન્સ (VC) ના માધ્યમથી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ચૂકી છે. આ બેઠકમાં હાઇકોર્ટ તરફથી વકીલોના આ પ્રશ્નોનું આગામી ૧૫ દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની મજબૂત ખાતરી આપવામાં આવી છે. હાઇકોર્ટની આ ખાતરી અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આવતીકાલે રાજકોટ બાર એસોસિએશનનું એક 'ખાસ જનરલ બોર્ડ' બોલાવવામાં આવ્યું છે, જેમાં તમામ વકીલો એકઠા થઈને આગળની રણનીતિ અને કાનૂની પગલાં અંગે આખરી નિર્ણય જાહેર કરશે.
    Click here to Read More
    Previous Article
    MPમાં ટ્રકે 3ને કચડ્યા, પાછળના ટાયરો વચ્ચે ફસાયા:એક યુવકનું મોત, 2 ગંભીર; રીવામાં કચરાની ગાડીએ બાઇક સવારને ટક્કર મારી
    Next Article
    કલોલમાં ભાજપ કોર્પોરેટરના પતિની મારામારી:જાહેરમાં યુવક સાથે ઝપાઝપી કરી લાફા ઝીંક્યા; તુષાર નાયકે કહ્યું- 'હિસાબ બાબતેની માથાકૂટ હતી, વીડિયો જૂનો છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment