Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા-સાકરીયામાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી:મહિલાઓએ વડની પૂજા કરી, પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી

    10 hours ago

    જેઠ માસની પૂનમના દિવસે વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે ઉપવાસ રાખી વડના વૃક્ષની પૂજા કરે છે. મોડાસા શહેરના ઓધારી મંદિરે અને સાકરીયા ગામે મહિલાઓએ આ વ્રતની ઉજવણી કરી હતી. સોળે શણગાર સજીને મહિલાઓએ શિવમંદિરો અને વડના ઝાડ નીચે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. વ્રતધારી બહેનોએ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલો અને જળ ચડાવીને વડનું પૂજન કર્યું હતું. તેમણે વડના ઝાડ ફરતે સૂતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી હતી અને પતિના દીર્ઘાયુષ્ય માટે મંગલકામના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડ સાવિત્રી વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે. યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવીને સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બન્યા હતા. વડના ઝાડને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે તેવી માન્યતા છે. વડનું ઝાડ તેના લાંબા આયુષ્ય અને શક્તિ માટે જાણીતું છે, તેથી સ્ત્રીઓ તેની પૂજા કરીને તેમના વૈવાહિક જીવનની મજબૂતી માટે પ્રાર્થના કરે છે. અરવલ્લી જિલ્લામાં પણ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કલોલમાં ભાજપ કોર્પોરેટરના પતિની મારામારી:જાહેરમાં યુવક સાથે ઝપાઝપી કરી લાફા ઝીંક્યા; તુષાર નાયકે કહ્યું- 'હિસાબ બાબતેની માથાકૂટ હતી, વીડિયો જૂનો છે'
    Next Article
    રાજ્યના રમતગમત મંત્રીને છાતીમાં દુખાવો ઉપડ્યો:ડૉ. જયરામ ગામીતને સુરતની મૈત્રી હોસ્પિટલ ખસેડાયા, હૃદયની નળીઓમાં બ્લોકેજ, એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment