Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કારોબારી, ન્યાય સમિતિ ચેરમેનની વરણી:કારોબારી ચેરમેન તરીકે ગોવિંદકુમાર પટેલ, ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન સેનની સર્વાનુમતે પસંદગી

    15 hours ago

    સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન તરીકે પટેલ ગોવિંદકુમાર ઈશ્વરભાઈ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે સેનમાં ભારતીબેન ગોવિંદભાઈની પસંદગી થઈ છે. અગાઉ 01 જૂન 2026 ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ આ બંને મહત્વના પદોની નિમણૂક કરવામાં આવી છે. આ વરણી કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડીને અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા પંચાયતના સદસ્યો અને પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ચેરમેનોની અભિવાદન સભામાં તાલુકા પંચાયત પ્રમુખ તાહેરાબેન નઇમખાન પઠાણ, ઉપપ્રમુખ લીલાબેન અગરાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદ મોકણોજીયા અને તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દશરથ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, જિલ્લા ડેલીગેટ વિષ્ણુ દેસાઈ, અકબર દાઉવા, ઇદ્રીશ મહેસાણીયા, હરસિદ્ધિ ઠાકોર, મુસ્લિમ અગ્રણી રશિદ કુરેશી સહિત અન્ય તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા સદસ્યો અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો:છેલ્લા દોઢથી બે મહિના સુધી સતત 'ડોર-ટુ-ડોર' મુલાકાત, માત્ર 66 બાળકો શિક્ષણથી વંચિત
    Next Article
    અંબાસણ ગામે ઘેંટાને ડૂબતુ બચાવવામાં યુવક નદીમાં ડૂબ્યો:તળાવમાં એકાએક પગ લપસતાં જ ઊંડા પાણીમાં ગરકાવ થયો, સાથે ડૂબેલા બે મિત્રોનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment