Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાસણ ગામે ઘેંટાને ડૂબતુ બચાવવામાં યુવક નદીમાં ડૂબ્યો:તળાવમાં એકાએક પગ લપસતાં જ ઊંડા પાણીમાં ગરકાવ થયો, સાથે ડૂબેલા બે મિત્રોનો આબાદ બચાવ

    16 hours ago

    મહેસાણા તાલુકાના અંબાસણ ગામે સોમવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી 21 વર્ષીય માલધારી યુવક શૈલેષભાઈ ઓડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘેટા-બકરા ચરાવતી વખતે પાણીના ઊંડા વહેણમાં ડૂબી રહેલા એક મૂંગા પશુ (ઘેટા)નો જીવ બચાવવા જતાં આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક દોડી આવી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘેટાને નવડાવતી વખતે એકાએક સર્જાઈ કાળમુખી ક્ષણ આ કરુણ ઘટનાની આંખે દેખી વિગતો આપતા પ્રત્યક્ષદર્શી બાબુભાઇ ઓડે જણાવ્યું હતું કે, આજે સવારે 10થી 11 વાગ્યાના અરસામાં ચાર-પાંચ યુવાનો ઘેટા-બકરા ચરાવવા માટે ગામના તળાવ તરફ ગયા હતા. આ દરમિયાન રોહિત ઓડ, ફારૂકભાઈ ઓડ અને શૈલેષભાઈ ઓડ તળાવના કાંઠે પશુઓને નવડાવી રહ્યા હતા. તે સમયે એક ઘેટું અચાનક કાબૂ બહાર જઈને તળાવના ઊંડા પાણી તરફ જવા લાગ્યું હતું. પોતાના પશુને ડૂબતું જોઈ તેને બચાવવા માટે ત્રણેય યુવકો પાણીમાં આગળ વધ્યા હતા. જોકે, તળાવના પેટાળમાં મોટો ખાડો હોવાની અજાણતા વચ્ચે પગ લપસતાં જ ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા. બે મિત્રોનો આબાદ બચાવ થયો પણ શૈલેષ ઊંડા પાણીમાં ગરકાવ થયો તળાવના કાંઠે ઉભેલા બાબુભાઇએ સમયસૂચકતા વાપરી પોતાની લાકડી લાંબી કરીને ડૂબી રહેલા રોહિત અને ફારૂકને તો જેમ-તેમ કરીને પાણીમાંથી બહાર ખેંચી લીધા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો પરંતુ, કમનસીબે કોઈને તરતા આવડતું ન હોવાથી ૨૧ વર્ષીય શૈલેષભાઈ ઓડ જોતજોતામાં ઊંડા પાણીના વમળમાં તણાઈ ગયો હતો અને નજર સામે જ ગરકાવ થઈ ગયો હતો. યુવકોની બૂમાબૂમ અને ચીસાચીસ સાંભળીને આજુબાજુની સીમમાંથી ગ્રામજનો તાત્કાલિક તળાવ તરફ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ 112 પર કોલ કર્યો, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો અંબાસણ ગામના અગ્રણી પટેલ દસરથભાઈના જણાવ્યા અનુસાર, યુવક ડૂબ્યો હોવાની માહિતી મળતા જ ગ્રામજનોએ તાત્કાલિક આપાતકાલીન નંબર '112' પર કૉલ કરીને વહીવટી તંત્ર અને પોલીસને જાણ કરી હતી. ગામના સ્થાનિક તરવૈયાઓએ પણ શૈલેષને શોધવા માટે તાબડતોડ પાણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ, ઊંડાણ વધુ હોવાથી સફળતા મળી ન હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી મહેસાણા ફાયર વિભાગની ટીમે ભારે ઓપરેશન ચલાવી આખરે શૈલેષના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો, જે જોઈ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને કરુણ આક્રંદ કરી મૂક્યું હતું. ત્રણ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા મૃતક શૈલેષભાઈના લગ્ન હજી માંડ ત્રણ વર્ષ અગાઉ જ થયા હતા. તે ખૂબ જ મહેનતુ હતો અને ઘેટા-બકરા ચરાવી તેમજ મજૂરી કામ કરીને પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ૨૧ વર્ષના આશાસ્પદ અને જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી માલધારી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અણધારી દુર્ઘટનાને પગલે સમગ્ર અંબાસણ ગામ સહિત પંથકના માલધારી સમાજમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કારોબારી, ન્યાય સમિતિ ચેરમેનની વરણી:કારોબારી ચેરમેન તરીકે ગોવિંદકુમાર પટેલ, ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન સેનની સર્વાનુમતે પસંદગી
    Next Article
    ધોલેરામાં 8,000 વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ:મદનમોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી, સરકારી શાળાઓના બાળકો માટે છબીલદાસ ડેવલપર્સ દ્વારા સદ્વિદ્યા સેવા યજ્ઞ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment