Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢસાને તાલુકાનો દરજ્જો આપવા માંગ:ગઢડાના ધારાસભ્યએ બોટાદ કલેક્ટરને પત્ર લખી ભલામણ કરી

    20 hours ago

    બોટાદ જિલ્લાના ઢસા ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે માંગ ઉઠી છે. ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ બોટાદ કલેક્ટરને પત્ર લખી રાજ્ય સરકાર સમક્ષ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરી છે. ધારાસભ્યની ભલામણમાં જણાવાયું છે કે, હાલ ગઢડા તાલુકામાં સમાવિષ્ટ ઢસા ગામ વિકાસની દૃષ્ટિએ અગ્રણી સ્થાન ધરાવે છે. ઔદ્યોગિક વિકાસ, વેપાર-ધંધા અને ઉપલબ્ધ સુવિધાઓને કારણે ઢસા આસપાસના લગભગ 30 ગામોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત, ઢસા ગામ નેશનલ હાઈવે પર આવેલું હોવાથી પરિવહન અને સંપર્ક વ્યવસ્થા પણ સુદ્રઢ છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઢસાને તાલુકાનો દરજ્જો મળે તો સ્થાનિક લોકોને વહીવટી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે અને સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે. ધારાસભ્યએ રાજ્ય સરકારને આ બાબતે સત્વરે નિર્ણય લઈ ઢસા ગામને તાલુકાનો દરજ્જો આપવા ભલામણ કરી છે. હવે આ રજૂઆત પર સરકાર શું નિર્ણય લે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 300 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં:પરીક્ષા પૂર્ણ થયા ચાર મહિના થયા છતાં છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર ન કરાયું, વિદ્યાર્થીઓ MBAમાં ફોર્મ ભરવાથી વંચિત રહે તેવી સ્થિતિ
    Next Article
    સાંતલપુર નજીક NH-27 પર વન-વે પર એક્સિડેન્ટમાં એકનું મોત:સિધાડાના પાટિયા પાસે ઊભેલા ટેન્કરને ડમ્પરે ટક્કર મારી, ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment