Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 300 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં:પરીક્ષા પૂર્ણ થયા ચાર મહિના થયા છતાં છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર ન કરાયું, વિદ્યાર્થીઓ MBAમાં ફોર્મ ભરવાથી વંચિત રહે તેવી સ્થિતિ

    21 hours ago

    કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. BBAના છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં MBA માટે ફોર્મ પણ ભરી શકતા નથી. ACPC દ્વારા વર્ષ 2026- 27ના MBAમાં ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન સાંજે 5 વાગ્યા સુધીની છે. BBAની પરીક્ષા પૂરી થયાને ચાર મહિના થયા છતાં જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ MBAમાં ફોર્મ ભરવાથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેમને સારી રીતે જવાબ આપવામાં ન આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેથી વિદ્યાર્થીઓએ વહેલી તકે પરિણામ જાહેર થાય તે માટે માંગ કરી છે. ચાર મહિના થયા છતા છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર નથી થયું કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ દ્વારા માર્ચ મહિનામાં BBA પરીક્ષા લેવામાં આવી હતી. અંદાજે 300 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા ચાર મહિના થયા છતાં હજુ સુધી છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરવાની તસ્દી લેવામાં આવી નથી. છેલ્લા સેમેસ્ટરનું પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ MBA માટે ફોર્મ પણ ભરી શકતા નથી. જ્યારે MBAમાં ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. જેથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક પરિણામ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તેમજ જ્યારે તેમણે રજૂઆત કરી ત્યારે હજુ 10 દિવસ લાગશે તેવો જવાબ મેનેજમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે. જો પરિણામ જાહેર નહીં થાય તો વિદ્યાર્થીઓ MBA માં ફોર્મ જ નહીં ભરી શકે. પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ MBAના ફોર્મ નથી ભરી શકતા વિદ્યાર્થી નવદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, કે એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. પરંતુ હજુ સુધી અમારું છઠ્ઠા સેમેસ્ટર નો પરિણામ આવ્યું નથી. તેથી અમે લોકોએ પરિણામ જાહેર થાય તે માટે રજૂઆત કરી પરંતુ અમને કોઈ પણ પ્રકારનો સારો પ્રતિસાદ મળ્યો નથી. 10 દિવસમાં જાહેર કરી દેવાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરિણામ ન આવ્યું હોવાથી અમે લોકો MBA માં ફોર્મ ભરી શકતા નથી. જેથી છઠ્ઠા સેમેસ્ટરનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવે તેવી અમે વિનંતી કરીએ છીએ. 30 જૂને MBAના ઓનલાઈન ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, MBAમાં ફોર્મ કરાવવાની કાલે છેલ્લી તારીખ છે. તેમજ ફોર્મ ભરવાનું આવતીકાલે બંધ થઈ જશે. જ્યારે બોર્ડની પરીક્ષા હતી ત્યારે કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં પરીક્ષા યોજાઈ હતી. તેમ છતાં બોર્ડ દ્વારા દસ લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે 300 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ દ્વારા ચાર મહિના થયા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જેથી વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરી શકવાના કારણે ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી તરફ કોલેજમાંથી તેમને હજુ 10 થી 15 દિવસ લાગશે તેઓ જવાબ આપવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધોરણે પરિણામ જાહેર નહીં થાય તો વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં.
    Click here to Read More
    Previous Article
    બેરણામાં વરસાદ ખેંચાતા મહિલાઓએ ઢૂંઢિયાં બાવજી બનાવ્યા:મેઘરાજાને રીઝવવા ઘરે ઘરે ફરી પાણીનો અભિષેક કર્યો, વિધિ બાદ ઢૂંઢિયાં બાવજીને પાણીમાં પધરાવાયા
    Next Article
    ઢસાને તાલુકાનો દરજ્જો આપવા માંગ:ગઢડાના ધારાસભ્યએ બોટાદ કલેક્ટરને પત્ર લખી ભલામણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment