Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુર નજીક NH-27 પર વન-વે પર એક્સિડેન્ટમાં એકનું મોત:સિધાડાના પાટિયા પાસે ઊભેલા ટેન્કરને ડમ્પરે ટક્કર મારી, ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત

    19 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર નજીક નેશનલ હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિધાડા ગામના પાટિયા પાસે રોડ કન્સ્ટ્રક્શનના કારણે બંધ કરાયેલી વન-વે સાઇડ પર ઉભેલા ટેન્કરને પૂરઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સાંતલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ચાલકની ઓળખ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના વિક્રમપુર તાહરપુર ગામના રહેવાસી 40 વર્ષીય અમરીશકુમાર ભગવાનદાસ યાદવ તરીકે થઈ છે. તેઓ પોતાના ટેન્કર નંબર GJ-12-BY-8935 સાથે નેશનલ હાઇવે-27 પરથી પસાર થઈ રહ્યા હતા. સિધાડા ગામ નજીક રોડનું કામ ચાલુ હોવાથી સાંતલપુર તરફનો રસ્તો બેરીકેટ મૂકીને વન-વે કરાયો હતો. અમરીશકુમારે પોતાનું ટેન્કર હાઇવેની બંધ સાઇડ પર ઉભું રાખી નીચે બેસીને જમી રહ્યા હતા. તે સમયે રાધનપુર તરફથી આવી રહેલા ડમ્પર નંબર AS-02-DC-6132 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી રોડ પર મૂકેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. ડમ્પરે ટેન્કરને ડ્રાઇવર સાઇડના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમરીશ યાદવને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ વિકાસ રામવતાર યાદવ (ઉંમર 26), જેઓ રાજસ્થાનના ઉદયપુરમાં ગ્રેડર મશીનના ડ્રાઇવર છે, તેમને પિતા દ્વારા ફોન પર અકસ્માતની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક સાંતલપુર સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ત્યારબાદ ઘટનાસ્થળે તપાસ કરીને સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 106(1), 125(a), 125(b), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187 હેઠળ ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોરધનભાઈ ભોજાજીભાઇ માજીરાણાને તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ઢસાને તાલુકાનો દરજ્જો આપવા માંગ:ગઢડાના ધારાસભ્યએ બોટાદ કલેક્ટરને પત્ર લખી ભલામણ કરી
    Next Article
    Shah Rukh Khan’s letter helped Shreyas Talpade buy first home: ‘I was ineligible for loan’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment