Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કારી નગરીમાં કલંકિત ઘટના:આખલોલ જગાતનાકા નજીકથી નવજાત શિશુ મળી આવ્યું, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું

    2 days ago

    ભાવનગર શહેરના આખલોલ જગાતનાકા વિસ્તારમાં આવેલી બીએમસી ઓફિસ નજીકથી એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરના ઈન્દિરા નગર વિસ્તારમાં આવેલી બીએમસી ઓફિસ પાસે આજે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક નવજાત શિશુને લાવારિસ હાલતમાં મૂકી દેવામાં આવ્યું હતું. નવજાત બાળકને ત્યાં મૂકીને કોઈ અજાણ્યું વ્યક્તિ ફરાર થઈ ગયું હતું. આ વિસ્તારમાં બાળકને જોઈને સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. બાળક મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતા જ 108 ઈમરજન્સી મેડિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, મેડિકલ ટીમે નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ તબીબોની દેખરેખ હેઠળ બાળકની સારવાર ચાલી રહી છે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પોતાનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દેનાર માતા-પિતા કોણ છે તે દિશામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે, ​સંસ્કારી નગરી ગણાતા ભાવનગરમાં બનેલી આ ઘટનાથી લોકોમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં આખલાઓના આતંક સામે કોંગ્રેસનો વિરોધ:પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતી વેળાએ જ કચેરી પાસે આખલા બાખડ્યા
    Next Article
    જંગલેશ્ર્વર ડિમોલિશન અંગે તપાસ સમિતિ રચાશે:રાજકોટ મનપામાં રેટ કોન્ટ્રાકટ મુદ્દે નવી પોલીસી ઘડવા મેયરનો નિર્ધાર, MLAનો કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનો પ્રયાસ, ખોટી રીતે મંજુર બિલોને પરત વસૂલવા કમિશ્નરે ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment