Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આખલાઓના આતંક સામે કોંગ્રેસનો વિરોધ:પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતી વેળાએ જ કચેરી પાસે આખલા બાખડ્યા

    2 days ago

    ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ સામે કોંગ્રેસના નગરસેવકોએ સોમવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આશરે 20 જેટલા નગરસેવકોના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. આ રજૂઆત દરમિયાન જ ડેપ્યુટી કલેક્ટર કચેરી પાસે બે આખલાઓ બાખડી પડ્યા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત ચાલી રહી હતી ત્યારે જ કચેરીની બહાર આખલાઓનું યુદ્ધ શરૂ થયું હતું. આ ઘટનાથી કચેરીમાં હાજર અરજદારો, કર્મચારીઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ પોતાની સુરક્ષા માટે દોડધામ કરી હતી, જેના કારણે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં અસ્તવ્યસ્તતા જોવા મળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હતી. કોંગ્રેસના નગરસેવકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા આખલાઓ, ગાયો અને શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. મુખ્ય માર્ગો, બજારો, રહેણાક વિસ્તારો તેમજ શાળા-કોલેજો આસપાસ પણ રખડતા પશુઓનો જમાવડો જોવા મળે છે. અગાઉ પણ આખલાઓની લડાઈના કારણે રાહદારીઓ, બાઈકચાલકો અને વૃદ્ધો ઇજાગ્રસ્ત થયા હોવાના અનેક બનાવો બન્યા છે. કોંગ્રેસના નગરસેવકો બસીર ગોહેલ, હાજી પંજા, હનીફ મલેક સહિતના આગેવાનોએ પાલિકા તંત્ર પર ઉદાસીનતાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે નિયમિત અને કડક અભિયાન ચલાવવામાં આવતું નથી. આના પરિણામે નાગરિકો સતત જોખમ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. નગરસેવકોએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં લોકોના જીવ અને માલમિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે. જોકે, પાલિકાની બેદરકારી અને ઉદાસીનતાના કારણે આ સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે તંત્ર સમક્ષ માગ કરી હતી કે શહેરમાં રખડતા પશુઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે, પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને નાગરિકોની સુરક્ષા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે. તેમણે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જનઆંદોલન અને ઉગ્ર કાર્યક્રમો યોજવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    કિશોરીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:પીડિતાને 4 લાખનું વળતર આપવા આદેશ, ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો
    Next Article
    સંસ્કારી નગરીમાં કલંકિત ઘટના:આખલોલ જગાતનાકા નજીકથી નવજાત શિશુ મળી આવ્યું, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment