Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:અમદાવાદની પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા પોક્સો કોર્ટનો આદેશ

    10 hours ago

    અમદાવાદના રામોલ પોલીસ મથકે વર્ષ 2023માં 19 વર્ષીય આરોપી ક્રિષ્ના પરમાર સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 16 સાહેદ અને 32 પુરાવા ધ્યાને લઈને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. હાટકેશ્વર વિસ્તારમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ફરિયાદી અનુસાર, 3 સપ્ટેમ્બર 2023ના રોજ 15 વર્ષીય સગીરાના પિતા અને તેમના પત્ની સગાના ઘરે ગયા હતા ત્યારે પીડિતા ઘરે એકલી હતી. આરોપી ક્રિષ્ના પીડિતાના ઘરની છત પર ગયો અને પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી.સહ આરોપી પીડિતાને મોટરસાયકલ પર લઈ ગયો હતો અને ક્રિષ્નાને સોંપી દીધી હતી. ત્યારબાદ આરોપી ક્રિષ્નાએ પીડિતાને હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એકતા એપાર્ટમેન્ટના ધાબા પર લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે તેને પાંજરાપોળ પાસે છોડી દેવામાં આવી હતી, ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને આદેશ કોર્ટ સમક્ષ પીડિતાનું Crpc 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. તબીબી પુરાવાઓ પરથી આરોપી ક્રિષ્ના સામે સામેનો ગુનો નિઃશંકપણે સાબિત થયો હતો. જ્યારે સહ આરોપી માત્ર પીડિતાને બાઇક પર મૂકવા ગયો હતો. તેના વિરુદ્ધ ધમકી આપવાનો, લાલચ આપવાનો કે બળાત્કારમાં સીધી મદદ કરવાનો કે તેના ઈરાદાની જાણ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી, તેથી તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. કોર્ટે આરોપી ક્રિષ્નાને 20 વર્ષ કેદની સજા ફટકારી છે અને પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધારપુર મેડિકલ કોલેજમાં નવરાત્રી શરૂ:HMSA અને JDA દ્વારા 1200થી વધુ વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા
    Next Article
    પારડીમાં રોડ કિનારે ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:4 જુગારીઓ 92 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા, 2 ભાગી છૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment