Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રુંગટા વિદ્યાભવનમાં 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ' કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને સિંધુ સંસ્કૃતિનો જીવંત પરિચય અપાયો

    2 days ago

    ભરૂચના રુંગટા વિદ્યાભવન ખાતે મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલય, મુંબઈ દ્વારા 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટેક (INTACH) ભરૂચ ચેપ્ટરે સહયોગી સંસ્થા તરીકે ભૂમિકા ભજવી હતી. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના પ્રાચીન ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનો જીવંત પરિચય કરાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચના સુજાતા રાવે વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડીને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુસંગ્રહાલયના પ્રતિનિધિએ 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ'ના ખ્યાલ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયનો અમૂલ્ય વારસો પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ છે. આ મોબાઈલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રતિકૃતિઓ, માહિતીચિત્રો અને ઐતિહાસિક વિગતોનું પ્રદર્શન કરાયું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રદર્શન નિહાળીને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ લાવવામાં સફળ રહ્યો હતો. રુંગટા વિદ્યાભવન દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર કોર્પોરેટર પ્રદીપ વસ્તાણીનું સન્માન:ખેરાળી ગામના યુવાનો અને સરકારી કર્મચારીઓએ કર્યું
    Next Article
    કિશોરીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:પીડિતાને 4 લાખનું વળતર આપવા આદેશ, ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment