Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પલ્સ પોલિયોનું ઉદ્ઘાટન:નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

    1 day ago

    બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નેશનલ પલ્સ પોલિયો કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલના હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનો છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. રંગૂનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મયંક, જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ ચૌધરી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન, જિલ્લા રોગચાળા અધિકારી ડૉ. ભાવેશ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અંજના મેડમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર એમ. ગઢવી અને ડૉ. ભૂમિ મેડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ પોલિયો પ્રોગ્રામ અંતર્ગત બીલીમોરા શહેરમાં કુલ 24 બૂથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર 2 ટ્રાન્ઝિટ ટીમો દ્વારા પણ પોલિયો બૂથ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી મુસાફરી કરતા બાળકોને પણ આવરી શકાય. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફનો ડૉ. રાજેન્દ્ર ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોગસ બિલિંગ કૌભાંડમાં 5 પેઢીઓની મિલકતો જપ્ત:જામનગરમાં કરોડોની GSTએ કરચોરીમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા, સૂત્રધારો ફરાર
    Next Article
    બોટાદ જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:કપાસના વાવેતર બાદ પાક નિષ્ફળ જવાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment