Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:કપાસના વાવેતર બાદ પાક નિષ્ફળ જવાની ભીતિ

    1 day ago

    બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગઢડા શહેર અને તાલુકા સહિતના વિસ્તારોમાં કપાસનું વાવેતર થઈ ગયું છે, પરંતુ હવે પાકને પાણીની તાતી જરૂર છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે. શરૂઆતમાં વાડીમાં ઉપલબ્ધ પાણીથી પાક ઉગાડવામાં આવ્યો હતો, પરંતુ હવે પાણીના સ્ત્રોત ખૂટવા લાગ્યા છે. કેટલાક ખેડૂતોના સિંચાઈ માટેના પાણી પણ સમાપ્ત થઈ ગયા છે. કપાસના પાકને હાલમાં પાણીની સૌથી વધુ જરૂરિયાત છે. વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ગઢડા શહેરમાં તેમજ તાલુકાના રણીયાળા, પડવદર, સમઢીયાળા, મોટી કુંડળ, ઈગોરાળા, વાવડી, ગુંદાળા સહિતના અનેક ગામોમાં સિંચાઈની કાયમી સુવિધા નથી. આથી, ખેડૂતો શક્તિભાઈ હુમલ અને કલ્પેશ ચાવડા સહિતનાઓએ સરકાર પાસે સિંચાઈ માટે જરૂરી પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. બોટાદ જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 79,163 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. જોકે, જિલ્લામાં અમુક ગામોને બાદ કરતાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. જો વરસાદ વધુ મોડો પડશે તો ગઢડા સહિત સમગ્ર જિલ્લામાં કપાસના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પલ્સ પોલિયોનું ઉદ્ઘાટન:નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ
    Next Article
    Why Ali Fazal Says Mirzapur The Movie Is A "Big Experiment": 'Asli Ras, New Flavour'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment