Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ બિલિંગ કૌભાંડમાં 5 પેઢીઓની મિલકતો જપ્ત:જામનગરમાં કરોડોની GSTએ કરચોરીમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા, સૂત્રધારો ફરાર

    1 day ago

    જામનગરમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી (GST) કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. જીએસટી વિભાગનો કાયદાકીય સકંજો કસાતા જ બ્રાસ સિટીના વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કૌભાંડના મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે જીએસટી વિભાગ દ્વારા 5 પેઢીઓના સંચાલકોની કરોડોની મિલકતો જપ્ત (ટાંચમાં) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલકો અને પેઢીઓની વિગત રાજ્ય વેરા વિભાગ દ્વારા જે પેઢીઓ અને તેના માલિકો સામે સકંજો કસવામાં આવ્યો છે: દેવ ઇમ્પેક્ષ: પ્રફુલ સંઘાણી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિધમ મેટલ: રાહુલ નાગજી વસોયાની માલિકીનો ઔદ્યોગિક શેડ વિભાગ દ્વારા જપ્ત કરાયો છે. શ્રી રામ મેટલ: હાર્દિક ઓધવજી ગઢીયાની દરેડ શિવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલી અંદાજે 1 કરોડ રૂપિયાની મિલકત (ઔદ્યોગિક શેડ) જપ્ત કરવામાં આવી છે. આરોપી હાલ ફરાર છે. એન્જલ એન્ટરપ્રાઇઝ: સુરેશ વસોયાની ચંદ્રાગા ગામમાં આવેલી વાડી તેમજ મકાન જપ્ત કરવામાં આવ્યા છે. ખોડલ એન્ટરપ્રાઇઝ: મયંક જેંતીલાલ ગઢીયાની મિલકતો અંગે હાલ જીએસટી વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર અને જસદણ કનેક્શન ખુલ્યું GST વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ભાવનગર અને જસદણના અમુક ઈસમો દ્વારા જામનગરમાં બોગસ પેઢીઓ ખોલવામાં આવી હતી. આ પેઢીઓ મારફતે ગેરકાયદેસર રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવીને નાણાંની મોટી લેતી-દેતી કરવામાં આવી હોવાની જીએસટી વિભાગે પુષ્ટિ કરી છે. આ કૌભાંડીઓને ઝડપી પાડવા માટે જીએસટી વિભાગ દ્વારા ભાવનગર પોલીસ સહિતના પોલીસ તંત્રની વિશેષ મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક મદદગારો પણ રડારમાં બહારગામથી આવીને જામનગરમાં બોગસ પેઢીઓ ખોલી સ્થાનિક સ્તરે કરચોરીનું આખું નેટવર્ક ઊભું કરનારા તત્વોને જામનગરના કયા સ્થાનિક વેપારીઓ કે સગા-સંબંધીઓએ સાથ-સહકાર આપ્યો છે, તેની પણ જીએસટી વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર મુખ્ય સૂત્રધારોની યાદી બોગસ બિલિંગ કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાં સુરેશ વસોયા અને હાર્દિક ઓધવજી ગઢીયા સામેલ છે. આ ઉપરાંત જીએસટી વિભાગ દ્વારા તમામ ફરાર આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓ આ મેગા ઓપરેશનના કારણે આગામી દિવસોમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ જગતમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ શાકમાર્કેટમાં નગરપાલિકાએ દબાણો હટાવ્યા:ફૂટપાથ અને રોડ પરના ગેરકાયદે દબાણોને ટ્રાફિક સમસ્યા થતી, પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાઈ
    Next Article
    બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પલ્સ પોલિયોનું ઉદ્ઘાટન:નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment