Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ શાકમાર્કેટમાં નગરપાલિકાએ દબાણો હટાવ્યા:ફૂટપાથ અને રોડ પરના ગેરકાયદે દબાણોને ટ્રાફિક સમસ્યા થતી, પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાઈ

    1 day ago

    બોટાદના શાકમાર્કેટ વિસ્તારમાં લાંબા સમયથી ફૂટપાથ અને રોડ પરના ગેરકાયદે દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવી 20 જૂન સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવ્યું હતું. જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો યથાવત રહેતા આજે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ફૂટપાથ પરના ગેરકાયદે પાથરણાં, લારીઓ, ગલ્લાઓ તેમજ રોડ પરના ઓટલાના બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બોટાદ નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા, ફૂટપાથને દબાણમુક્ત કરવા અને લોકોને સરળ અવરજવર મળી રહે તે માટે ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સગાઈની અદાવતમાં યુવક પર ધારિયાથી હુમલો:માથામાં ગંભીર ઈજા થતા મહેસાણા સિવિલ ખસેડાયા, બે શખસ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    બોગસ બિલિંગ કૌભાંડમાં 5 પેઢીઓની મિલકતો જપ્ત:જામનગરમાં કરોડોની GSTએ કરચોરીમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા, સૂત્રધારો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment