Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગાઈની અદાવતમાં યુવક પર ધારિયાથી હુમલો:માથામાં ગંભીર ઈજા થતા મહેસાણા સિવિલ ખસેડાયા, બે શખસ સામે પોલીસ ફરિયાદ

    1 day ago

    બહુચરાજી તાલુકાના રાંતેજ ગામે રહેતા અને ખેતીકામ કરતા સંદીપકુમાર હિતેંદ્રભાઈ ભટ્ટ નામના 38 વર્ષીય યુવક પર રામનગર ખાતે બે શખસોએ ભેગા મળી ગાળાગાળી કરી, ગડદાપાટુનો માર મારી તેમજ માથાના ભાગે ધારીયું મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર યુવકે બેચરાજી તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. દીકરાની સગાઈ વાત જ્યાં હતી ત્યાં ખરાબ વાતો કરી સંદીપકુમાર ભટ્ટને ગામના જ સોમીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, તેમના કુટુંબી બચુજી બાબુજી ઠાકોરના દીકરાની સગાઈની વાત વાલેવડા ગામે ચાલતી હતી. જેમાં સંદીપકુમારે વાલેવડા ફોન કરીને તેમના વિશે ખરાબ વાતો કરી હોવાનો આક્ષેપ કરીને બચુજીના પત્નીએ ઝઘડો કર્યો હતો. આ બાબતની સ્પષ્ટતા કરવા માટે સંદીપકુમાર 27 જૂનના રોજ સાંજે ચાર વાગ્યે રામનગરમાં બચુજીના ઘરે ગયા હતા. ત્યાં તેમણે બચુજીને પૂછ્યું કે 'તમે સોમીબેનને મારા વિશે કેમ ખોટી વાતો કરો છો અને મેં વાલેવડા ફોન કર્યો હોવાનું કેમ કહો છો?' આ સાંભળતાં જ બચુજી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. સંદીપકુમાર પર ધારિયાથી હુમલો કરી દીધો સંદીપકુમારે ગાળો બોલવાની ના પાડતા જ બચુજીએ તેમની ફેટ પકડીને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન બાજુમાં રહેતા રતનજી ઠાકોર પોતાના હાથમાં ધારીયું લઈને ધસી આવ્યા હતા અને તેમણે સંદીપકુમારના માથાના ભાગે ધારીયાનો ફટકો મારી દીધો હતો. હુમલાને કારણે સંદીપકુમારને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ચક્કર આવી ગયા હતા. બે શખસ સામે પોલીસ ફરિયાદ બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી માથાના ભાગે ચાર ટાંકા લીધા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જયાં હાલ તેઓ સારવાર હેઠળ છે. આ મામલે સંદીપકુમારે હુમલો કરનાર ઠાકોર બચુજી બાબુજી અને ઠાકોર રતનજી કુંવરજી (બંને રહે. રામનગર, રાંતેજ) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    Bihar governor, MoS External Affairs to represent India at Khamenei funeral
    Next Article
    બોટાદ શાકમાર્કેટમાં નગરપાલિકાએ દબાણો હટાવ્યા:ફૂટપાથ અને રોડ પરના ગેરકાયદે દબાણોને ટ્રાફિક સમસ્યા થતી, પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment