Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસરીયા અને પતિનો પત્ની પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યા:મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી ભારે પડી, સરદાર પટેલ સ્કૂલ રોડની અક્ષરધામ સોસાયટીનો બનાવ

    3 days ago

    ભાવનગરના સરદાર પટેલ સ્કૂલ રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં ગત (28 જૂન) મોડીરાત્રે કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી પત્નીને ભારે પડી હતી. પતિએ ઉશ્કેરાઈને પત્ની પર છરી વડે હુમલો કરતા પત્નીએ નીલમબાગ પોલીસ મથકે પતિ, સસરા, દિયર તથા નણંદ સહીત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી. સાસરીયા અને પતિનો પત્ની પર જીવલેણ હુમલો મળતી વિગતો અનુસાર, અક્ષરધામ સોસાયટીમાં રહેતા મીરાંબા મહેન્દ્રસિંહ ચૌહાણ ઉ.વ.29 ગત(29 જૂન) રાત્રિના સમયે પોતાના 4 વર્ષના પુત્ર સાથે રૂમમાં સૂતા હતાં. રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં તેમના પતિ મહેન્દ્રસિંહ નારસંગભાઈ ચૌહાણ ઘરે પરત ફર્યા હતા. પતિને મોડા આવવાનું કારણ પૂછતાની સાથે જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતાં. પતિએ કબાટમાંથી છરી કાઢીને પત્નીને મારી દીધી પતિનો અવાજ સાંભળીને ઉપરના માળે રહેતા સસરા નારસંગભાઈ ભાયજીભાઈ ચૌહાણ, દિયર ભગીરથસિંહ અને નણંદ સોનલબેન રૂમમાં દોડી આવ્યા હતાં. સાસયરિયાઓએ પણ મીરાંબા સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન પતિ મહેન્દ્રસિંહે કબાટમાંથી છરી કાઢી પત્નીના કપાળના ડાબા ભાગે આંખ ઉપર ઘા ઝીંકી દીધો હતો. જેના કારણે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. એટલું જ નહીં, પતિએ તેમનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલાએ ભાઈને ફોન કરતા દોડી આવ્યો ને હોસ્પિટલ ખસેડાઈ ભોગ બનનાર મહિલાએ પોતાના ભાઈ કરણસિંહ જોરસંગભાઈ મોરીને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં 112 પર ફોન કર્યો હતો. પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચતા જ આરોપીઓએ મીરાંબાને મારવાનું બંધ કર્યું હતું. હુમલાખોરોએ જતા-જતા મીરાંબાને "જો કોઈને કહીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી પણ આપી હતી. છરી વાગવાથી ત્રણ ટાંકા આવ્યા, પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ ઘટના બાદ મીરાંબાને ગંભીર ઈજાઓ હોવાથી તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કપાળના ભાગે છરી વાગવાથી ત્રણ ટાંકા આવ્યા છે. આ મામલે પીડિતા દ્વારા પોતાના પતિ મહેન્દ્રસિંહ, સસરા નારસંગભાઈ, દિયર ભગીરથસિંહ અને નણંદ સોનલબેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી, નીલમબાગ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    1000થી વધુ કીડિયારાં મુકી જીવદયાનો સંદેશ:યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપે મોરબીમાં કીડિયારું મહોત્સવ યોજ્યો
    Next Article
    ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ પરથી 8 કિલો ગાંજો ઝડપાયો:'મિશન સેફ સ્ટેશન' હેઠળ લાવારિસ બેગમાંથી ₹4.03 લાખનો જથ્થો મળ્યો, ટ્રેનમાં હેરાફેરીની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment