Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ પરથી 8 કિલો ગાંજો ઝડપાયો:'મિશન સેફ સ્ટેશન' હેઠળ લાવારિસ બેગમાંથી ₹4.03 લાખનો જથ્થો મળ્યો, ટ્રેનમાં હેરાફેરીની આશંકા

    3 days ago

    ભરૂચ રેલ્વે સ્ટેશન પર 'મિશન સેફ સ્ટેશન' અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલ્વે પોલીસે પ્લેટફોર્મ નંબર-3 પરથી રૂ. 4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારિસ હાલતમાં જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી નશાના કારોબારને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ GRPના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.દેસાઈની સૂચના મુજબ, ASI જેતાભાઈ દલાભાઈ અને પોલીસ સ્ટાફ સ્ટેશન પર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર-3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે એક શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી. પોલીસે બેગની તપાસ કરતાં તેમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન છે કે ગાંજાની હેરાફેરી માટે આ જથ્થો ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું મનાય છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આ સફળ કામગીરી દર્શાવે છે કે રેલ્વે સ્ટેશનો મારફતે થતા નશાકારક પદાર્થોના ગેરકાયદે પરિવહન પર પોલીસની બાજ નજર છે. 'મિશન સેફ સ્ટેશન' અંતર્ગત ભરૂચ GRPની આ કાર્યવાહીએ નશાના નેટવર્ક સામે કડક સંદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાસરીયા અને પતિનો પત્ની પર જીવલેણ હુમલો, છરીના ઘા ઝીંક્યા:મોડેથી ઘરે આવેલા પતિને પૂછપરછ કરવી ભારે પડી, સરદાર પટેલ સ્કૂલ રોડની અક્ષરધામ સોસાયટીનો બનાવ
    Next Article
    અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો:આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓ સહિત 3 સગીરો ઝડપાયા, રૂ. 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment