Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો:આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓ સહિત 3 સગીરો ઝડપાયા, રૂ. 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 2,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી, મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. ગોહિલની સૂચનાથી, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન એ.એસ.આઈ. ભાથી શીવા અને પો.કોન્સ. લક્ષ્મણ લીલાને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીઓની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેમણે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર ઉપરાંત રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાના રેવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ વાહન ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી 6 મોટરસાયકલ (કિંમત રૂ. 2,35,000), 1 ટેકનો કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. 7,000), રૂ. 2,000 રોકડા, લોખંડની છરી અને મોટરસાયકલના લોક ખોલવા માટેની "માસ્ટર કી" સહિત કુલ રૂ. 2,44,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં જોયતા મેઘા ગમાર (રહે. શકરાવેરી, તા. અમીરગઢ), રાહુલ ફોજા બુંબડીયા (રહે. ઘાંઘુ, તા. અમીરગઢ), જયંતી ભગા પીસરા (રહે. ઘાંટા, તા. અમીરગઢ) અને લાલા દેવા મોરી (રહે. અજાપુરા મોટા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકિશોરો પણ ઝડપાયા છે. આરોપીઓની ગુનો કરવાની પદ્ધતિ એવી હતી કે તેઓ મોટરસાયકલમાં ફરીને એકલા મુસાફરી કરતા લોકોને આંતરતા હતા. છરી જેવા હથિયાર બતાવી ધમકી આપી તેમની પાસેથી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરતા હતા. તેમજ, "માસ્ટર કી" નો ઉપયોગ કરીને મોટરસાયકલની ચોરી પણ કરતા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ રેલ્વે પ્લેટફોર્મ પરથી 8 કિલો ગાંજો ઝડપાયો:'મિશન સેફ સ્ટેશન' હેઠળ લાવારિસ બેગમાંથી ₹4.03 લાખનો જથ્થો મળ્યો, ટ્રેનમાં હેરાફેરીની આશંકા
    Next Article
    100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા:રાજ્યમંત્રીના નાના ભાઈ ઉપવાસ પર, બીજા ભાઈ ભરત અમૃતિયાએ પણ સમર્થન આપ્યું, ખેડૂત આંદોલનનો 12મો દિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment