Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા:રાજ્યમંત્રીના નાના ભાઈ ઉપવાસ પર, બીજા ભાઈ ભરત અમૃતિયાએ પણ સમર્થન આપ્યું, ખેડૂત આંદોલનનો 12મો દિવસ

    3 days ago

    મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. આમરણ ચોવીસી વિસ્તારના 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ પણ ખેડૂતોના આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા ખેડૂતો ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આજે 12મા દિવસે આમરણ ચોવીસી વિસ્તારમાંથી 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા હતા. 'જય જવાન જય કિસાન'ના નારા ગુંજી ઉઠ્યા આ દરમિયાન જેતપર ગામના માર્ગો 'જય જવાન જય કિસાન'ના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ખેડૂતોએ પોતાના હક માટે ચલાવાઈ રહેલા આંદોલનને પોતાનું સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. રાજ્યમંત્રીના ભાઈ ભરત અમૃતિયાએ પણ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉલ્લેખનીય છે કે, છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા આ આમરણાંત ઉપવાસ આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ઉપવાસ પર છે. આજે તેમના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ પણ છાવણી ખાતે આવીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત, મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા પણ ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા. 'હું ખેડૂત પુત્ર છું, ખેડૂતોના હિત માટે રાજીનામું આપું છું.' અદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'હું ખેડૂત પુત્ર છું, ખેડૂતોના હિત માટે રાજીનામું આપું છું.' તમામ સરપંચોએ મુખ્યમંત્રીને સંયુક્ત રીતે રાજીનામું મોકલવાનો નિર્ણય લીધો છે. વધુમાં, સરપંચોએ ખેડૂતોના સમર્થનમાં આવેલા કલાકાર હકાભા ગઢવી અને રાજભા ગઢવીનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. ----- આ પણ વાંચો મોરબીના જેતપરમાં વીજપોલની કામગીરી પર બ્રેક નહીં મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની પાસેથી પ્રતિ પોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 11મા દિવસે પણ યથાવત રહ્યું હતું. ગત 18 જૂનથી શરૂ થયેલા આ આંદોલન વચ્ચે તંત્ર અને ખેડૂતો વચ્ચેનો ગજગ્રાહ વધુ ઘેરો બન્યો છે. ત્યારે 27 જૂને આંદોલનના 10મા દિવસે વીજ કંપની દ્વારા વીજપોલની કામગીરી ચાલતી હોવાના આરોપ લગાવતો એક વીડિયો આંદોલનના વ્હોટ્સએપ ગ્રુપમાં ખેડૂતે મૂક્યો હતો. જેમાં ઉપવાસી નેહુલ અમૃતિયાના ખેતરમાં કામગીરી ચાલતી હોવાનો આરોપ લગાવાયો હતો. સરકારે કલેક્ટર દ્વારા આંદોલનકારીઓને આમંત્રણ પાઠવ્યું હતું. જોકે, ખેડૂતોએ તેનો અસ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમમાં કૃષિમંત્રીએ ખાનગી વીજ કંપનીઓને કામ બંધ કરવા સૂચના આપી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. જેતપર ગામમાં જ્યાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં જ ઉપવાસી ખેડૂતના ખેતરમાં અત્યારે પણ વીજ પોલ ઊભા કરવાની કામગીરી ધમધમી રહી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… લેખિત આમંત્રણ છતાં ખેડૂતોનો ઈન્કાર આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં સરકાર તરફથી ખેડૂતોને મંત્રણા કરવા માટે 2થી 3 વખત મૌખિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, ઉપવાસી છાવણી ખાતે બેઠેલા ખેડૂતો અને તેમની કમિટીએ આ મૌખિક પ્રસ્તાવો ફગાવી દીધા છે. ખેડૂતોએ અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી મુખ્યમંત્રી તરફથી લેખિતમાં મંત્રણા માટેનું આમંત્રણ નહીં મળે, ત્યાં સુધી તેઓ વાટાઘાટો માટે જશે નહીં. જોકે, ઉપવાસ આંદોલનના 11મા દિવસે (28 જૂને) સરકારે કલેક્ટર મારફતે પ્રાંત અધિકારી દ્વારા આંદોલનકારીઓને મંત્રણા માટે લેખિત આમંત્રણ મોકલ્યું હતું. જોકે, ઉપવાસી ખેડૂતો અને તેમની સમિતિએ આ પત્ર સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ખેડૂતોના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસોસિએશનની કાર રેલી આ આંદોલનને સમર્થન આપવા માટે મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા 27 જૂને શનિવારે એક કાર રેલીનું આયોજન કર્યું હતું. 2600 જેટલા સિરામિક વેપારીઓ આ એસોસિએશન સાથે જોડાયેલા છે. મહેન્દ્રનગર ચોકડીથી જેતપર ગામની ઉપવાસી છાવણી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેડર્સ પોતાની કાર સાથે જોડાયા હતા. તેમણે ખેડૂતોની વાજબી માંગણીઓ સંતોષાય અને સરકાર મધ્યસ્થી કરીને પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આંદોલનના સુખદ અંતનો સિદસરધામનો આશાવાદ સિદસર મંદિર ટ્રસ્ટના કારોબારી સભ્ય મનુ કૈલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, (26 જૂને) મુખ્યમંત્રીના નિવાસસ્થાને સિદસર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ખેડૂતોની વળતર, નુકસાન ઘટાડવા અને વીજપોલના સ્થાન સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. મનુ કૈલાના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરફથી આ મામલે હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે આગામી બેથી ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવશે તેવી આશા છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્તદાનનો રેકોર્ડ ગુજરાતમાં એક જ જગ્યાએ એક જ દિવસમાં સૌથી વધુ રક્ત એકત્રિત કરવાનો રીબડાનો રેકોર્ડ (5,419 રક્તદાતા) જેતપર ગામના ખેડૂતોએ તોડ્યો છે. જેતપરમાં એક જ દિવસમાં 5,551 બોટલ રક્ત એકત્રિત થયું છે અને કેમ્પ હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો વધવાની શક્યતા છે. આ રક્તદાન કેમ્પ ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાના વિરોધમાં યોજાયો હતો. બુધવારે (24 જૂન) સવારે 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં કુલ 5,551 બોટલ રક્ત એકત્રિત થયું હતું. બ્લડ બેંકો પાસે જરૂરી સાધનસામગ્રી ખૂટી પડતાં ગુરુવારે પણ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ ચાલુ રાખવામાં આવ્યો છે.વાંચો સંપૂર્ણ અહેવાલ… આમરણાંત ઉપવાસના છઠ્ઠા દિવસે ખેડૂતની તબિયત લથડી મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતો ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન દરમિયાન 23 જૂને એક ઉપવાસી ખેડૂત નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં ચક્કર આવી જવાથી તેઓ ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કલેક્ટરના આદેશ હોવા છતાં રાત્રિના સમયે ઘટનાસ્થળે કોઈ મેડિકલ સ્ટાફ હાજર ન હોવાથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… મહિલાઓએ ગરબે રમી ખાનગી વીજ કંપની સામે અનોખો વિરોધ નોંધાવ્યો આમરણાંત ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે વાતાવરણ વધુ ગરમાયું હતું. મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપવાસી છાવણી ખાતે એકત્ર થઈ હતી. મહિલાઓએ ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો અને છાવણી પર આનંદનો ગરબો ગાઈને ગરબે ઘૂમી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વાંચો સંપૂર્ણ અહેવાલ લોકસાહિત્યકાર હકાભા ગઢવીની બે હાથ જોડી સરકારને વિનંતી જેતપર ગામે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માગ સાથે લડત ચલાવી રહ્યા છે. આ આંદોલન અંતર્ગત આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે, જેનો ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો. ‘ખેડૂતોની માગ પુરી કરો, હવે એ પૂરા થવાની તૈયારીમાં છે' : હકાભા ગઢવી આ ડાયરામાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. હકાભા ગઢવીએ મંચ પરથી જણાવ્યું હતું કે, આજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે. તેમણે ખેડૂતોની સ્થિતિ પર ભાર મૂકીને તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા અપીલ કરી હતી. એમણે રમૂજ વૃત્તિમાં કહ્યું કે, મારા પિતાથી એ અમારી જમીન વેચીને સારું જ કર્યું નહીં તો અત્યારે અમારે પણ આ જ સ્થિતિ હોત. વાંચો સંપૂર્ણ અહેવાલ ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે ખેડૂતોએ માથું મુંડાવ્યું, બેસણું ગોઠવ્યું મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ શનિવારે 20 જૂન રાત્રે ઉપવાસી છાવણી ખાતે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાનગી વીજ કંપનીના સંચાલક ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી હોવાનું કહીને બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે જ ખેડૂતોએ ગળામાં ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’ના પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… વીજકંપની સામે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો બીજો દિવસ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલ સામે વળતર મુદ્દે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલનમાં રાજ્ય મંત્રીના નાના ભાઈ સહિત 5 વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારીના લેખિત આદેશ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઉપવાસીઓની તબીબી તપાસ કે દરકાર લેવામાં ન આવતા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. વળતર વગર વીજપોલની કામગીરીનો વિરોધ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વિના અને વળતરની રકમ સ્પષ્ટ કર્યા વિના જ વીજ પોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવાતા વિવાદ વકર્યો છે. ખેડૂતોના વિરોધ વચ્ચે પણ ખાનગી કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરોમાં કામ ચાલુ રખાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આ પૂર્વે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો… 18 જૂનથી ઉપવાસનું હથિયાર ઉગામ્યું મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજ પોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા, 18 જૂનથી જેતપર ગામના ત્રણ ખેડૂત અને એક મહંત દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં 'સરદારના માર્ગે' ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ અટકાશે નહીં.(સમગ્ર અહેવાલ વાંચો) ખેડૂતોની મુખ્ય માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો:આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓ સહિત 3 સગીરો ઝડપાયા, રૂ. 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    બોટાદમાં દબાણ હટાવાયું:નગરપાલિકાએ પોલીસ સાથે મળી બુલડોઝરથી લારી-ગલ્લા તોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment