Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં વરસાદનું આગમન:લાંબા વિરામ બાદ વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

    9 hours ago

    તાપી જિલ્લામાં લાંબા વિરામ અને અસહ્ય ઉકળાટ બાદ આખરે વરસાદનું આગમન થયું છે. વ્યારા શહેર સહિત આસપાસના વિસ્તારો અને વાલોડ તાલુકામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી હતી. વ્યારાના મુખ્ય વિસ્તારો જેવા કે સ્ટેશન રોડ, મિશન નાકા અને જનક નાકા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે ઝરમરિયો વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર વ્યારા જ નહીં, પરંતુ પડોશી તાલુકા સોનગઢ અને વાલોડમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વાલોડ ગામની હાઈસ્કૂલ નજીક તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદ પડતા સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો હતો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાપી જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર હોવાથી, વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આજના વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડતી અસહ્ય ગરમી અને બફારાથી પણ લોકોને મોટી રાહત મળી છે. કૃષિ પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે, જેને કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંથકમાં હજી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    5 કિમી દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા-VIDEO:સચિન GIDCમાં કચરાના ઢગલામાં ભીષણ આગ, નોટીફાઈ ફાયર કંટ્રોલરૂમ રામ ભરોસે, ચાર વાર કોલ કરીએ ત્યારે એકવાર રિસીવ કરે
    Next Article
    મોરબીના રંગપર નજીક પત્નીની હત્યાના કેસમાં પતિની ધરપકડ:અનૈતિક સંબંધની શંકામાં ગળું દબાવી અને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment