Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રંગપર નજીક પત્નીની હત્યાના કેસમાં પતિની ધરપકડ:અનૈતિક સંબંધની શંકામાં ગળું દબાવી અને પથ્થરના ઘા મારી હત્યા કરી હતી

    8 घंटे पहले

    મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી મારબીજ સિરામિક ફેક્ટરીની મજૂર કોલોનીમાં પત્નીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકામાં પતિએ ગળું દબાવી અને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ અને તેની પત્ની રેખા ઉર્ફે રિયા પ્રેમલગ્ન બાદ લગભગ દોઢથી બે મહિના પહેલાં રોજગારી માટે મોરબી આવ્યા હતા અને મારબીજ સિરામિકમાં કામ કરતા હતા. બંને ફેક્ટરીની મજૂર કોલોનીમાં રહેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, ફેક્ટરીમાં સાથે કામ કરતા એક અન્ય મજૂર સાથે પત્ની વાત કરતી હોવાથી મહેન્દ્રસિંહને તેના પર શંકા હતી. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ પત્નીનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ પથ્થર વડે માથાના ભાગે ઘા મારી તેની હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. મૃતકના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે કેસની વધુ તપાસ ચાલુ છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    તાપી જિલ્લામાં વરસાદનું આગમન:લાંબા વિરામ બાદ વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
    Next Article
    How Singapore wirh Zero Resources Became the Richest in the World | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment