Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 કિમી દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા-VIDEO:સચિન GIDCમાં કચરાના ઢગલામાં ભીષણ આગ, નોટીફાઈ ફાયર કંટ્રોલરૂમ રામ ભરોસે, ચાર વાર કોલ કરીએ ત્યારે એકવાર રિસીવ કરે

    10 hours ago

    સુરતમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે આજે 29 જૂન સુરતના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન GIDC હેઠળના ગભેણી ખાતેથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સચિન GIDCના ગભેણી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ એક ખુલ્લી જગ્યામાં કચરાનો મોટો ઢગલો પડેલો હતો. આ ખુલ્લા મેદાનમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં નોટિફાઈ ફાયર કંટ્રોલરૂમની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ચાર વાર કોલ કરીએ ત્યારે એકવાર કોલ રીસીવ થાય છે. જેથી પોતાના જ અધિકારીઓ સાથે કોમ્યુનિકેશન ન હોય તેઓ ઘાટ સર્જાયો છે. આ સાથે જ મોટી મોટી કંપનીઓમાં લાગતી આગની ઘટનાઓને છુપાવવા પણ પ્રયાસ કરવામાં આવતો હોય તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. 5 કિમી દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના મોટા વિસ્તારને ઝપેટમાં લઈ લીધો હતો. ગભેણી ખાતે કચરો બળવાને કારણે આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આ આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ધુમાડાના ગોટેગોટા ઘટનાસ્થળથી આશરે 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા, જેના કારણે દૂર-દૂર સુધી લોકોમાં કુતૂહલ અને ભયનો માહોલ સર્જાયો હતો. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો ગભેણી વિસ્તારમાં બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી. આગની માહિતી મળતા નોટિફાઇડ એરિયાની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે આગ વારંવાર ભભૂકી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે વ્યૂહાત્મક રીતે ચારેય બાજુથી પાણીનો ભારે મારો ચલાવવામાં આવ્યો હતો. ગભેણી ખાતેના કચરાના ઢગલામાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ વારંવાર ભભૂકી રહી છે. જોકે, ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને ચાર બાજુથી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધો હતો. નોટિફાઇ ફાયર સ્ટેશન અને કંટ્રોલની ગંભીર બેદરકારી! આ સમગ્ર ઘટનામાં સચિન GIDC માટે ખાસ બનાવવામાં આવેલા નોટિફાઇ ફાયર સ્ટેશન અને કંટ્રોલની ગંભીર બેદરકારી હોય તેવી સ્થિતિ સામે આવી છે. નોટિફાઈ ફાયર કંટ્રોલમાં ચાર વાર કોલ લગાવીએ ત્યારે એકવાર રિસીવ કરે છે. આ સાથે જ નોટિફાઇડના અધિકારીઓ સાથે કોમ્યુનિકેશન ન હોય તે પ્રકારનો પણ ઘાટ સર્જાયો છે. જ્યારે સચિન GIDC વિસ્તારમાં આવેલી મોટી મોટી કંપનીઓમાં આગની ઘટનાઓને છુપાવવા માટેના પ્રયાસો થતા હોય તે પ્રકારની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Former Apple, Audi execs build a $25,000 EV buggy that is unlike any other
    Next Article
    તાપી જિલ્લામાં વરસાદનું આગમન:લાંબા વિરામ બાદ વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment