Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું:શિક્ષણ અને કારકિર્દી પર ચર્ચા, વાલીઓએ સૂચનો આપ્યા

    3 days ago

    પાટણ સ્થિત શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર) ખાતે 26 જૂન, શુક્રવારના રોજ કક્ષશઃ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન, પાટણ સંચાલિત ગીતાબેન શાહ વિદ્યાસંકુલમાં યોજાયો હતો. સંમેલનની શરૂઆતમાં વિદ્યાલયના દીદી ભારતીબેન ભાટિયાએ વાલીઓને શિક્ષણલક્ષી સૂચનાઓ આપી હતી અને શાળાના નિયમો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ મુક્ત ચિંતન સત્ર અંતર્ગત વાલીઓ પાસેથી શાળાના વિકાસ માટે સકારાત્મક સૂચનો આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વાલીઓએ ચિઠ્ઠીઓ દ્વારા અનેક સૂચનો રજૂ કર્યા હતા. આ ઉપરાંત, ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવી ગુરુજી પ્રણયભાઈ ગાંધીએ કોમર્સ પ્રવાહમાં ઉજ્જવળ કારકિર્દી ઘડતર અંગે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે, વિદ્યાલયના પ્રમુખ લક્ષ્મણભાઈ ભૂતડીયાએ ઉપસ્થિત વાલીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના વિકાસમાં વાલીની ભૂમિકા, નિયમિતતા, શ્રેષ્ઠ પરિણામો અને શાળાની સંસ્કારલક્ષી પરંપરાઓ વિશે વાલીગણને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ, દરેક વાલી પોતાના બાળકના વર્ગખંડમાં બેસીને બાળકના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષકો સાથે સહચિંતન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના કુલ 110 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન દ્વારકેશ ગુરુજી દ્વારા કરવામાં આવ્યું હતું, અને શાળાના સમગ્ર સ્ટાફગણે તેમના અનુભવ અને કુનેહથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બે જુથ વચ્ચે પથ્થરમારો, સામસામે દંડા લઈને તૂટી પડ્યા-VIDEO:અમદાવાદના દરિયાપુર રથયાત્રા રૂટ પર બબાલ, તોડફોડ અને હુમલાની ફરિયાદ જ નોંધાઈ
    Next Article
    પરિયા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:નાયબ સચિવ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ, લુથરા કંપનીએ દફતર કીટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment