Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડસાવિત્રી વ્રતની ઉજવણી:પતિના દિર્ઘાયુષ્ય માટે ઉપવાસ, મોટી સંખ્યામાં બહેનોએ પ્રદક્ષિણા કરી મંગલકામના

    10 hours ago

    આજ રોજ જેઠ માસની પૂનમને વડ કે વડસાવિત્રી પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વડસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે, જેમાં શહેરના શિવ મંદિરો ખાતે બહેનો માટે વડસાવિત્રી પૂજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. પ્રદક્ષિણા કરી પતિના દિર્ઘાયુષ્યની મંગલકામના શહેર-જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોકત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી, જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દિર્ઘાયુષ્યની મંગલકામના કરવામાં આવી હતી, વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરડા ઉપવાસ કર છે, તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે. યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયા હતા. તેથી જ દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે અખંડ સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના જીવનસાથીના લાંબા અને સ્વસ્થ્ય આયુષ્ટ માટે વડસાવિત્રી વ્રતને કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં વડ સાવિત્રી પૂનમની ઉજવણી:સુહાગન સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કર્યું
    Next Article
    'ભારતના દરેક રાજ્યને વૈશ્વિક સ્તરે નામ અપાવવાનું અમારું ધ્યેય':2027માં વાયબ્રન્ટ ગુજરાત સમિટને મોટો ફાયદો થશે:મનોહરલાલ ખટ્ટર, વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment