Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે...':કોહલીનો મોટો ધડાકો, કહ્યું- 2027ની ટુર્નામેન્ટ પછી ક્યારેય નહીં રમું, ટાઇટલ જીતવા બધુ દાવ પર લગાડી દઈશ

    7 hours ago

    વિરાટ કોહલીએ કહ્યું છે કે 2027નો વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. તેણે કહ્યું કે ટ્રોફી જીતવા માટે તે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવવા તૈયાર છે. કોહલીએ કહ્યું, હું મેદાન પર મારું 100% આપવા માગું છું. લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે- વર્લ્ડ કપ જીતવો. 37 વર્ષીય કોહલી હાલમાં માત્ર વન-ડે ક્રિકેટ રમી રહ્યો છે. તેણે 2024માં T20 આંતરરાષ્ટ્રીય અને 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 4 વન-ડે વર્લ્ડ કપ (2011, 2015, 2019 અને 2023) રમી ચૂક્યો છે. તેના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 54 સદી પણ છે. 2027નો વન-ડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં રમાશે. 50 ઓવરની મેચ, અઢી T20 જેટલું ક્રિકેટ કોહલીએ 50 ઓવરના વર્લ્ડ કપના શારીરિક અને માનસિક પડકાર વિશે પણ જણાવ્યું. તેના મુજબ એક વન-ડેમાં ખેલાડીએ લગભગ અઢી T20 મેચ જેટલી ક્રિકેટ રમવી પડે છે. તેણે એવું પણ કહ્યું કે 2027નો વર્લ્ડ કપ વિદેશી પરિસ્થિતિઓમાં યોજાશે. અલગ-અલગ મેદાનો અને વિરોધી ટીમ સામે સતત મેચ રમવાથી પડકાર વધુ વધશે. આવી સ્થિતિમાં તેનું ધ્યાન સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાનું સ્તર જાળવી રાખવા અને ટીમને ટાઇટલ સુધી પહોંચાડવા પર રહેશે. 2011માં ધોનીની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ જીત્યો કોહલીનો આ પાંચમો વન-ડે વર્લ્ડ કપ હશે. 2011માં ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશીપમાં 28 વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું અને કોહલી તે ટીમનો ભાગ હતો. 2023માં ભારત ફાઇનલ સુધી પહોંચ્યું, પરંતુ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું. વર્લ્ડ કપમાં કોહલીનો રેકોર્ડ પણ તેની લાંબી સફર દર્શાવે છે. તેણે 37 મેચમાં 1,795 રન બનાવ્યા છે. તેની સરેરાશ 59.83ની છે. તેના નામે 5 સદી અને 12 ફિફ્ટી છે. રોહિતે કહ્યું- હજુ ઘણું બાકી છે રોહિતે કહ્યું કે હજુ ઘણું બાકી છે. જ્યાં સુધી તે રમી રહ્યો છે, ત્યાં સુધી તેને આગળ જોવા માટે કંઈક ને કંઈક મળતું રહેશે. તેણે કહ્યું કે તેના મનમાં ક્યારેય એવો વિચાર નહીં આવે કે તેનું કામ પૂરું થઈ ગયું છે. રોહિત પણ ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે માત્ર વન-ડે રમી રહ્યો છે. બંનેના કમબેકથી કેરળમાં જોવા મળ્યો 'Ro-Ko' ક્રેઝ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ પહેલાં શુક્રવારે તિરુવનંતપુરમમાં ભારતીય ટીમે પ્રેક્ટિસ કરી. કોહલી અને રોહિત બંને નેટ્સમાં ઉતર્યા. તેમને જોવા માટે સ્ટેડિયમમાં દર્શકોની ભીડ ઉમટી પડી. કોહલીએ કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને નમન ધીરની સ્પિનનો સામનો કર્યો. બાદમાં તે ઝડપી બોલરોના નેટમાં પણ ગયો. રોહિતે ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં લગભગ 30 મિનિટ સુધી બેટિંગ કરી. તેણે ઝડપી બોલરો સામે ડિફેન્સ પર ભરોસો રાખ્યો અને કેટલાક શાનદાર કટ શોટ પણ ફટકાર્યા. વેસ્ટ ઇન્ડીઝ સિરીઝથી 2027ની તૈયારી શરૂ થશે ભારતનું 2027 વર્લ્ડ કપ મિશન વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝથી આગળ વધશે. પહેલી મેચ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં, બીજી 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં રમાશે. તે પછી ભારતે આ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે 5 વન-ડે અને શ્રીલંકા સામે 3 વન-ડે રમવાની છે.
    Click here to Read More
    Previous Article
    एनएल चर्चा 442: चुनाव आयोग के भीतर बगावत के सुर और दिल्ली से लेकर जमुई तक गहराता महिला सुरक्षा का संकट
    Next Article
    તમે વધુ પ્રીમિયમ ભર્યું, ફાયદો એજન્ટને મળ્યો:વીમા નિયામક નિયમોમાં ફેરફાર કરશે, કમિશનની મર્યાદા નક્કી થશે; દેશની GDP વધી, પરંતુ પૉલિસી ગ્રોથ શૂન્ય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment