Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં વડ સાવિત્રી પૂનમની ઉજવણી:સુહાગન સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કર્યું

    10 hours ago

    વઢવાણ ખાતે આજે સુહાગન સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે, જે પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવે છે. આ વ્રત શ્રદ્ધા, સંયમ અને સાચા પ્રેમનું પ્રતીક મનાય છે. સ્ત્રીઓ પતિના સારા સ્વાસ્થ્ય, સંતાનના ઉત્તમ ભવિષ્ય અને પરિવારની સુખાકારી માટે પણ આ વ્રત કરે છે. વ્રતની કથા અંગે શાસ્ત્રી ધ્રુવકુમાર જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મદ્ર દેશના રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રીએ તપોવનમાં રહેતા દ્યુમત્સેનના પુત્ર સત્યવાન સાથે લગ્ન કર્યા હતા. નારદજીએ સત્યવાનનું આયુષ્ય ફક્ત એક વર્ષનું હોવાનું જણાવ્યું હોવા છતાં સાવિત્રી પોતાના નિર્ણય પર અડગ રહી હતી. જ્યારે યમરાજ સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા, ત્યારે સાવિત્રીએ પોતાની ભક્તિ અને પતિવ્રત ધર્મથી યમરાજને પ્રસન્ન કર્યા. યમરાજે પ્રસન્ન થઈ સત્યવાનને પુનર્જીવિત કરવાનું વરદાન આપ્યું. ત્યારથી આ વ્રતની શરૂઆત થઈ હોવાનું મનાય છે. આ વ્રતનો આરંભ જેઠ સુદ તેરસથી થાય છે અને પૂનમના દિવસે તેની પૂર્ણાહુતિ થાય છે. આજે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત ઉજવ્યું.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના દલખાણીયામાં સિંહબાળનું ઈલેક્ટ્રિક શોકથી મોત થયાની આશંકા:ગીર પૂર્વ ડિવિઝનનું સઘન સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ, શંકાના આધારે કેટલાકની પૂછપરછ કરાઈ
    Next Article
    વડસાવિત્રી વ્રતની ઉજવણી:પતિના દિર્ઘાયુષ્ય માટે ઉપવાસ, મોટી સંખ્યામાં બહેનોએ પ્રદક્ષિણા કરી મંગલકામના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment