Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના દલખાણીયામાં સિંહબાળનું ઈલેક્ટ્રિક શોકથી મોત થયાની આશંકા:ગીર પૂર્વ ડિવિઝનનું સઘન સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ, શંકાના આધારે કેટલાકની પૂછપરછ કરાઈ

    12 hours ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનની દલખાણીયા રેન્જમાંથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળનું મોત ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગીર પૂર્વ ડિવિઝન દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ શરૂ કરાયું છે. જ્યારે શંકાના આધારે કેટલાકની પૂછપરછ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આખો બનાવ શું છે? આ ઘટના બે દિવસ પહેલા દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં બની હતી. વનવિભાગે સિંહબાળના મૃતદેહનો કબજો મેળવીને નિયમ મુજબ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક શોક દ્વારા શિકાર કે અકસ્માતની આશંકાને પગલે વનવિભાગની ટીમોએ દલખાણીયા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ શરૂ કર્યું છે. આ મામલે શંકાના આધારે કેટલાક સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. અન્યત્રથી લાવીને મૃતદેહ ફેંકાયાની શંકા સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહબાળનો મૃતદેહ કોણે ફેંક્યો તે જાણી ન શકાતા શરૂઆતમાં આ સમગ્ર મામલા પર પડદો પાડવાનો પ્રયાસ થયો હતો, જેને કારણે સ્થાનિક RFO દ્વારા ભેદી મૌન ધારણ કરી લેવામાં આવ્યું હતું. જોકે, વરિષ્ઠ અધિકારીઓએ આ ઘટનાની ગંભીરતા નોંધીને કેસનો ભેદ ઉકેલવા કડક સૂચના આપતા વનવિભાગની તપાસ તેજ બની છે. આ અંગે સ્થાનિક RFOનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. હાલ વનવિભાગ દ્વારા આ મામલે ગુપ્ત રીતે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટેક્સાસ ડેટા સેન્ટર, 47 લાખ કરોડનો પ્રોજેક્ટ:ચીન સાથેની સ્પર્ધામાં ટ્રમ્પ; સુરક્ષાની અવગણનાથી સાઇટ પર 8,000 કામદારોને ખતરો
    Next Article
    વઢવાણમાં વડ સાવિત્રી પૂનમની ઉજવણી:સુહાગન સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment