Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇ પ્રેશરને કારણે હવામાં ફુવારા ઊડ્યા:પાલિકાની બેદરકારીથી અમરોલીમાં પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતાં લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ

    1 day ago

    એક તરફ જ્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટીપે-ટીપાનું મહત્વ સમજાવી જળસંચયની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સુરતના કતારગામ ઝોન હેઠળ આવતા અમરોલી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતાં લાખો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. તંત્રની આ ઉદાસીનતાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઇ પ્રેશરને કારણે હવામાં ઊડ્યા પાણીના ફુવારા મળતી માહિતી અનુસાર, અમરોલી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત વર્ધમાન સોસાયટીની બહારથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન અચાનક ફાટી ગઈ હતી. લાઇનમાં પાણીનું પ્રેશર વધુ હોવાના કારણે ભંગાણ સર્જાતાં જ રસ્તા પર પાણીના ઊંચા ફુવારા ઊડવા લાગ્યા હતા. જોતજોતામાં વર્ધમાન સોસાયટી અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર જળબંબોળ થઈ ગયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કલાકો સુધી ફરિયાદ કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વર્ધમાન સોસાયટીના રહીશોએ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ તેમજ કતારગામ ઝોનના હાઇડ્રોલિક એન્જિનિયરોને ઓનલાઇન અને ટેલિફોનિક માધ્યમથી જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પાણીનો આ આંધળો વેડફાટ અટકાવવા માટે પાછળથી આવતો પાણીનો સપ્લાય તાત્કાલિક બંધ કરવા અથવા વાલ્વ લોક કરવા વિનંતી કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ આશ્ચર્યની વાત એ છે કે, કિંમતી પાણીનો આટલો મોટો બગાડ થઈ રહ્યો હોવા છતાં અને વારંવાર ફરિયાદ કરવા છતાં કલાકો સુધી મહાનગરપાલિકાનો એક પણ જવાબદાર અધિકારી કે ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે ડોકાઈ ન હતી. તંત્રના આવા ઠંડા વલણને કારણે હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી ગટરોમાં વહી ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    કતારગામમાં ગ્રીન લેઝર લાઇટનું લોકેશન:લેન્ડિંગ સમયે દિલ્હી-સુરત ફ્લાઈટ પર લેઝર લાઇટ પડતા તપાસનો ધમધમાટ, ફેબ્રુઆરીમાં પણ આવી ઘટના બની’તી
    Next Article
    જીસેટમાં AI ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંપન્ન:વિવિધ ક્ષેત્રોમાં AI ના ઉપયોગ પર એક સપ્તાહ ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment