Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં ગ્રીન લેઝર લાઇટનું લોકેશન:લેન્ડિંગ સમયે દિલ્હી-સુરત ફ્લાઈટ પર લેઝર લાઇટ પડતા તપાસનો ધમધમાટ, ફેબ્રુઆરીમાં પણ આવી ઘટના બની’તી

    1 day ago

    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે રાત્રે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ વખતે અજાણ્યા તત્ત્વોએ ગ્રીન લેઝર લાઇટ ચમકાવતા વિમાનની સુરક્ષા જોખમાઈ હતી. રનવે પર ઉતરાણની અંતિમ ક્ષણોમાં પાયલટની આંખો સમક્ષ અચાનક તીવ્ર ગ્રીન રંગનો પ્રકાશ આવી જતાં તેણે તાબડતોબ એર ટ્રાફિક કંટ્રોલને આ અંગેની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળતી સીઆઇએસએફ અને સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓએ તાત્કાલિક એક્શનમાં આવી કતારગામ વિસ્તાર તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 9 નોટિકલ માઇલ દૂર હતી ફ્લાઇટ ત્યારે સર્જાઈ ઘટના શનિવારે રાત્રે ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટ જ્યારે સુરત રનવેના થ્રેશોલ્ડથી 9 નોટિકલ માઇલ દૂર હતી, ત્યારે રાત્રે પાયલટે એક્સ્ટેન્ડેડ સેન્ટર લાઇનથી આશરે 2 નોટિકલ માઇલ જમણી બાજુએ ગ્રીન લેઝર લાઇટ જોઈ હતી. આ ગંભીર હસ્તક્ષેપની માહિતી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ હરકતમાં આવી ગયા હતા અને સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. કતારગામના હાઇરાઇઝ બિલ્ડિંગોમાં સર્ચ ઓપરેશન પ્રાથમિક ટેકનિકલ તપાસ અને સુરક્ષા એજન્સીઓના સંકલન બાદ આ ખતરનાક લેઝર લાઇટનું સંભવિત લોકેશન કતારગામ વિસ્તાર તરફ હોવાનું ટ્રેસ થયું હતું. ત્યારબાદ સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમે આ વિસ્તારની હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ કરી હતી. એરપોર્ટ સિક્યુરિટીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સાંખી લેવામાં આવશે નહીં. ફેબ્રુઆરીમાં પણ આવી ઘટના બની હતી એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ડ્રોન કે હાઇ-પાવર લેઝર ઉપકરણોનો ઉપયોગ કાયદાકીય ગુનો બને છે. અગાઉ ગત ફેબ્રુઆરી મહિનામાં ડુમસ વિસ્તારમાં એક લગ્નપ્રસંગમાં આ પ્રકારની લેઝર લાઇટનો પ્રકાશ ફ્લાઇટને લેન્ડિંગ વખતે અવરોધી રહ્યો હતો, જેની જાણ ડુમસ પોલીસને કરી લગ્નપ્રસંગમાં લેઝર લાઇટ બંધ કરાવાઈ હતી. લેઝરનું એક કિરણ પણ વિમાન માટે કેમ જોખમી બની શકે? એવિએશન નિષ્ણાતોના મતે, વિમાનના લેન્ડિંગની અંતિમ મિનિટો સૌથી નાજુક અને સંવેદનશીલ હોય છે. આ સમયે જો કોઈ હાઇ-પાવર લેઝર કિરણો કોકપિટમાં પ્રવેશે, તો પાયલટ ફ્લેશ બ્લાઇન્ડનેસ અથવા ગ્લેરનો ભોગ બને છે. રાત્રિના ઘનઘોર અંધકારમાં આ તીવ્ર પ્રકાશ પાયલટનું ધ્યાન સંપૂર્ણપણે ભટકાવી દે છે અને રનવેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવામાં મોટો અવરોધ ઊભો કરે છે. સેકન્ડોના આ વિક્ષેપને કારણે પાયલટ વિમાન પરથી કાબુ ગુમાવી શકે છે અને મોટી વિમાન હોનારત થવાનું જોખમ રહેલું છે, જેના કારણે એરપોર્ટ આસપાસ આવી પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ હોય છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:76,900 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ગગડ્યો; ઓટો અને આઈટી શેરોમાં ભારે વેચવાલી
    Next Article
    હાઇ પ્રેશરને કારણે હવામાં ફુવારા ઊડ્યા:પાલિકાની બેદરકારીથી અમરોલીમાં પીવાના પાણીની મુખ્ય લાઈન ફાટતાં લાખો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment