Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોર્ડ ભીખુ પારેખ વડોદરામાં AI પર બોલ્યા:'AI એક ચેલેન્જ છે, જે નવું-ઊંડું વિચારવા પ્રેરિત કરી શકે; નવી ટેકનોલોજી આવતી રહેશે'

    2 days ago

    વડોદરા શહેરની નવરચના યુનિવર્સિટીની એનયુવી લાઇબ્રેરી ખાતે આજે ‘લોર્ડ ભીખુ પારેખ સ્ટડી’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજકીય વિચારક, વિદ્વાન અને હાઉસ ઓફ લોર્ડ્સના લેબર પાર્ટીના સભ્ય લોર્ડ ભીખુ પારેખના વ્યક્તિગત પુસ્તક સંગ્રહને સમર્પિત આ વિશેષ વિભાગમાં 1900 જેટલા દુર્લભ અને મૂલ્યવાન પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘AI મૌલિક ચિંતન ન કરી શકે, માણસે પોતે વિચારવું પડશે’ આ પ્રસંગે લોર્ડ ભીખુભાઈ પારેખે AI વિશે જણાવ્યું હતું કે, AI તો એટલું જ બોલશે જેટલું તમે એની પાસે બોલાવશો કે પ્રોગ્રામ કરશો. તે મૌલિક ચિંતન કરી શકતું નથી. મૌલિક ચિંતન આપણે પોતે જ કરવું પડશે. AI એક ચેલેન્જ છે, જે આપણને નવું અને ઊંડું વિચારવા માટે પ્રેરિત કરી શકે છે. નવી ટેકનોલોજી અને ઉપયોગો તો આવતા જ રહેશે, પણ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે માણસ પર આધારિત છે. વાચકોમાં વિશ્લેષણાત્મક અભિગમ કેળવાશે આ પ્રસંગે લોર્ડ ભીખુ પારેખે વધુમાં જણાવ્યું હતું કે, એવી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ત્વરિત જવાબો મેળવવા માટે મોબાઈલ અને લેપટોપનો સહારો લે છે, ત્યાં આ લાઈબ્રેરી વાચકોને તેમના અભિગમમાં વધુ સ્થિર અને વિશ્લેષણાત્મક રહેવામાં મદદ કરશે. UK સ્થિત અંગત પુસ્તકોના દાનથી સમાજ ઉપયોગી નવા વિચારો સર્જાશે નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, આજે નવરચના યુનિવર્સિટી માટે ખૂબ જ આનંદ અને ગર્વનો દિવસ છે. આજે 'લોર્ડ ભીખુભાઈ પારેખ સ્ટડી સેન્ટર'નું ઉદ્ઘાટન થયું છે. UKમાં રહેલું તેમનું જે અંગત લાઇબ્રેરીનું કલેક્શન હતું, તેમાંથી આશરે 1900 જેટલા પુસ્તકો તેમણે નવરચના યુનિવર્સિટીને ડોનેટ કર્યા છે. આજે લોર્ડ ભીખુભાઈ પારેખના હસ્તે જ આ સેક્શનનું ઉદ્ઘાટન થયું છે અને તેમનો પરિવાર પણ અહીં ઉપસ્થિત છે. ભીખુભાઈનું કામ વિશ્વભરમાં વિખ્યાત છે. આ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આપણા સંશોધકો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર નવા વિચારો અને ચિંતન ઊભા કરી શકશે, જેથી માનવ સમાજનું જીવન વધુ સારું બની શકે.
    Click here to Read More
    Previous Article
    iPhone 17, iPhone 15 Prices For Flipkart's Big Billion Days Sale Revealed: Check Discount, Exchange Bonus
    Next Article
    વેપારીઓ 2 ઓક્ટોબરે મનાવશે 'નો UPI ડે':₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ પાછો ખેંચવાની માંગ; વેરાવળના વેપારીઓ પણ જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment