Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લામાં ધીમી ગતિએ વરસાદનું આગમન:ગરમીથી રાહત, ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા

    12 hours ago

    વલસાડ શહેર સહિત જિલ્લામાં સોમવારે ધીમી ગતિએ વરસાદનું આગમન થયું હતું. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ, ઉમરગામ તાલુકામાં સવારે 4 થી 8 વાગ્યા દરમિયાન 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની શરૂઆત થતાં જ જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ડાંગરના પાક માટે ધરું રોપવાની કામગીરી સહિત અન્ય કૃષિ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થયો છે. ખેડૂતોના મતે, આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો ખેતી માટે વધુ અનુકૂળ સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આનાથી ખેડૂતોમાં આશા જાગી છે અને તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદની શરૂઆતથી જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને પ્રકૃતિ પણ હરિયાળી તરફ આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જેઠ પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર:અંબાજી-ખેડબ્રહ્મા 'જય અંબે'ના નાદથી ગુંજ્યાં, હજારો માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા, મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો ઉત્સાહ
    Next Article
    જામનગરમાં વેગનઆર કારમાંથી 101 દારૂની બોટલ જપ્ત:સિટી-એ પોલીસે ₹5.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બુટલેગર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment