Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વેગનઆર કારમાંથી 101 દારૂની બોટલ જપ્ત:સિટી-એ પોલીસે ₹5.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બુટલેગર ફરાર

    13 hours ago

    જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે ઠેબા ચોકડી રોડ નજીકથી એક વેગનઆર કારમાંથી ₹56,500ની કિંમતની 101 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. પોલીસે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹5,71,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈને કારચાલક ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી છે. પોલીસને બાતમી મળી હતી કે ઠેબા ચોકડી રોડથી રાધિકા સ્કૂલ નજીક એક સફેદ વેગનઆર કારમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમના વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. પોલીસે GJ-23-BD-9734 નંબરની વેગનઆર કારને આંતરીને તલાશી લીધી હતી. તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 101 સીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹56,500 છે. આ ઉપરાંત, ₹15,000નો એક મોબાઈલ ફોન અને ₹5,00,000ની કિંમતની મારૂતિ સુઝુકી વેગનઆર કાર પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે નાસી છૂટેલા આરોપી આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા (રહે. ભાનુશાળી પરા, બાળકોના સ્મશાન નજીક, જામનગર) નામના બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કામગીરી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વિપુલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લામાં ધીમી ગતિએ વરસાદનું આગમન:ગરમીથી રાહત, ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા
    Next Article
    30 સેકન્ડમાં 30 લાખની ચોરી, CCTV:સુરતમાં જ્વેલરી કારખાનામાંથી બંગાળી કારીગર સોનું-હીરા લઈને રફુચક્કર; મેનેજરની 10 મિનિટની ગેરહાજરીમાં ખેલ પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment