Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 સેકન્ડમાં 30 લાખની ચોરી, CCTV:સુરતમાં જ્વેલરી કારખાનામાંથી બંગાળી કારીગર સોનું-હીરા લઈને રફુચક્કર; મેનેજરની 10 મિનિટની ગેરહાજરીમાં ખેલ પાડ્યો

    14 hours ago

    સુરતના હીરા અને સોનાના વેપારના હબ ગણાતા મહીધરપુરા વિસ્તારમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ નામના કારખાનામાંથી ત્યાં જ કામ કરતો એક બંગાળી કારીગર અંદાજે ₹30.42 લાખની કિંમતનું સોનું અને હીરા ચોરીને 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે મહીધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેનેજર દસ મિનિટ માટે ઉપરના માળે ગયો ને આરોપીએ ખેલ પાડ્યો મળતી માહિતી મુજબ, પીપલોદ વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વેપારી પ્રદીપકુમાર ચંદ્રનાથ માઇતી મહીધરપુરામાં સોના અને હીરાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવે છે. ગત 16 જૂનના રોજ રાત્રે કારખાનાના મેનેજર સુદીપકુમાર દાસ નિયત સમયે નીકળી ગયા હતા, જેથી કારીગર સંજીબ સાધ્ય ઉર્ફે બપન (રહે. હુગલી, પશ્ચિમ બંગાળ) સોનું અને હીરા પોતાના લોકરમાં મૂકીને ગયો હતો. બીજા દિવસે સવારે 8.17 વાગ્યે મેનેજરે આવીને સંજીબને તેના લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા કહ્યું હતું. ત્યારબાદ મેનેજર કોઈ કામ અર્થે ઉપરના માળે ગયા હતા. દરમિયાન સંજીબ 30 સેકન્ડમાં જ સોનું અને હીરા લઈને ફરાર થઈ ગયો હતો. મેનેજર માત્ર 10 જ મિનિટમાં જ્યારે તેઓ નીચે આવ્યા, ત્યારે સંજીબ ત્યાંથી ગાયબ હતો. તેના ટેબલ અને લોકરની તપાસ કરતા સોનું અને હીરા પણ ગાયબ મળ્યા હતા. ₹30.42 લાખના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો મેનેજરે તાત્કાલિક કારીગર સંજીબને ફોન કર્યો, પરંતુ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. વેપારી પ્રદીપકુમારે કારખાને દોડી આવી હિસાબ ચેક કરતા માલુમ પડ્યું હતું કે, આરોપી સંજીબ અલગ-અલગ વેપારીઓના ઓર્ડરનું કુલ 111.565 ગ્રામ સોનું (કિંમત ₹11,65,540) અને 62.38 કેરેટના કિંમતી હીરા (કિંમત ₹18,76,476) મળીને કુલ ₹30,42,016ની મત્તા ચોરી કરી નાસી ગયો છે. જેમાં જીઆઈએ (GIA) સર્ટિફિકેટ વાળા હીરા અને કિંમતી બ્રેસલેટ-બંગડીઓનો સમાવેશ થાય છે. સીસીટીવી ફૂટેજમાં ચોરી લાઈવ કેદ, જૂનો ભરોસો ભારે પડ્યો ચોરીની શંકા જતા જ વેપારીએ કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં કારીગર સંજીબ સાધ્ય માલસામાનની ચોરી કરીને ભાગતો સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. વેપારીએ જણાવ્યું હતું કે, સંજીબ અગાઉ પણ તેમના ત્યાં પાંચ વર્ષ કામ કરી ચૂક્યો હતો અને પોતાના વતન તરફનો હોવાથી તેના પર ભરોસો રાખીને જ 15 દિવસ પહેલા 2 જૂનના રોજ ₹૨૫,૦૦૦ના માસિક પગાર પર ફરી નોકરીએ રાખવામાં આવ્યો હતો. આ જૂનો ભરોસો જ વેપારીને ભારે પડ્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટના બાદ વેપારીએ પોતાના સ્તરે અને વતનમાં તપાસ કરી હતી, પરંતુ આરોપીનો કોઈ પતો ન લાગતા આખરે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયેલા આરોપી કારીગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રમેશભાઈ વી. વસાવા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વેગનઆર કારમાંથી 101 દારૂની બોટલ જપ્ત:સિટી-એ પોલીસે ₹5.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બુટલેગર ફરાર
    Next Article
    Every Citizen is a Milliionaire in Norway!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment