Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેઠ પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર:અંબાજી-ખેડબ્રહ્મા 'જય અંબે'ના નાદથી ગુંજ્યાં, હજારો માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા, મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો ઉત્સાહ

    12 hours ago

    કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે ભક્તિનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ હજારો માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે. 1. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં પૂનમના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનો મહાસંગમ જોવા મળ્યો છે. મંગળા આરતીમાં અદભુત માહોલ વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'બોલ માડી અંબે જય જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. અંબાજીમાં સિદ્ધિ વિનાયકની આરતી બાદ આદ્યશક્તિ માતાજીની આરતી અને ત્યાર બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લીન થઈને ધન્યતા અનુભવી હતી. પૂનમના વિશેષ અવસરે આકર્ષક શણગાર પૂનમના વિશેષ અવસરે મંદિર પ્રશાસન દ્વારા સમગ્ર પરિસરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 2. 'નાના અંબાજી' ખેડબ્રહ્મા ખાતે ચાચર ચોક ઉભરાયો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે પણ જેઠ પૂનમે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વ્રતની પૂનમ હોવાના કારણે સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાંથી માઈભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે. મંગળા આરતીમાં જનમેદની ઉમટી વહેલી સવારે યોજાયેલી મંગળા આરતી વખતે જ મંદિરનો પ્રખ્યાત ચાચર ચોક ભક્તોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. કમળ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી, ચરણોમાં શીશ ઝુકાવી અને મંદિરની પ્રદક્ષિણા કરીને ભક્તોએ કૃતજ્ઞતા અનુભવી હતી. રાત્રિના 09:45 વાગ્યા સુધી અવિરત દર્શન ચાલુ રહેશે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે, પૂનમના વિશેષ દિવસને પગલે વહેલી સવારે 06:15 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવાયા હતા. ત્યાર બાદ 06:30 વાગ્યે મંગળા આરતી થઈ અને હવે 11:30 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. નોંધનીય છે કે, ભક્તોની સુવિધા માટે આજે વહેલી સવારના 06:15થી લઈને રાત્રિના 09:45 વાગ્યા સુધી અવિરત દર્શન ચાલુ રાખવાનું સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનું વિશેષ મહત્વ આ પૂનમ જેઠ મહિનાની પૂનમ હોવાથી તેને 'વટ પૂર્ણિમા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખતી હોવાથી મંદિરોમાં મહિલા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વિશેષ જોવા મળી રહી છે. અંબાજી અને ખેડબ્રહ્મા બંને સ્થાનો પર વહેલી સવારથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ મોડી રાત સુધી અવિરત ચાલુ રહેશે, જેના કારણે ઉત્તર ગુજરાતના આ ધાર્મિક સ્થળો ભક્તિના રંગે રંગાયા છે.
    Click here to Read More
    Previous Article
    રાજીનામાના ત્રીજા દિવસે ચંપત રાય દિલ્હી ગયા:સંઘ રામ મંદિર દાન ચોરીનો રિપોર્ટ બનાવી રહ્યો છે; નવેસરથી ટ્રસ્ટ બનશે
    Next Article
    વલસાડ જિલ્લામાં ધીમી ગતિએ વરસાદનું આગમન:ગરમીથી રાહત, ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment